વિદ્યાર્થી સેવા કેન્દ્રનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ

780
gandhi31-1-2018-2.jpg

 ગુજરાત માધ્યમિક મને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગાંધીનગર ખાતે આવેલી બોર્ડની કચેરી ખાતે નવનિર્મિત વિદ્યાર્થી સેવા કેન્દ્રનું લોકાર્પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શિક્ષણની ગુણવતા વધુ બળવત્તર બને તે માટે આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવા પડશે. આ માટે શિક્ષણ સાથે સંકળાયેલ તમામે મહેનત કરાવી પડશે. ગુજરાતના વિદ્યાર્થીને વિશ્વના વિદ્યાથી સાથે સ્પર્ધા કરવાની છે ત્યારે તેને વર્ગખંડ અને તેની બહાર પણ સુમેળ ભર્યું વાતાવરણ પૂરું પાડીએ. શિક્ષણ ક્ષેત્રેની અડચણોનો ઉકેલ આપણે લાવવાનો છે. કોઈ બાળક અભ્યાસમાં નબળું હોય તો તેને પણ આગળ લાવવાનો પ્રયાસ કરવો પડશે, તેજ સાચો વિકાસ છે. તેમણે વિદ્યાર્થી સેવા કેન્દ્રની સમજ આપતા ઉમેર્યું હતું કે, ઈ.સ. ૧૯૭૮ થી ૨૦૧૭ સુધીનાં વિદ્યાર્થીઓનો ધોરણ ૧૨ના પરિણામના રેકર્ડ યોગ્ય રીતે સાચવવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં બોર્ડનાં તમામ પરિણામનાં રેકર્ડ, પ્રમાણપત્રો અને માઈગ્રેશન વગેરેનું ડિઝીટાઈઝેશન કરવામાં આવશે. જેથી તમામ કામગીરી ઓન લાઈન થશે. જેનાં કારણે જ વિદ્યાર્થીઓનો સમય બચશે. 
આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે, આ સેવા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓના સમયની બચત થશે. તેમજ અંતરિયાળ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને એકજ જગ્યાએથી તમામ પ્રકારની સેવાઓ મળી રહેશે. જેથી તેઓને અભ્યાસની સાથે વિદેશ ભણવા જવું હોય, અન્ય રાજ્યની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય કે માર્કશીટમાં સુધારા-વધારા કરાવવા હોય તો તે સુધારણા બાદ સુધારેલી માર્કશીટ પણ આપવામાં આવશે. આમ એકજ સ્થળેથી અનેક પ્રકારની સુવિધા મળી રહેશે. તેમણે કહ્યું હતું કે, આવતા વર્ષથી ધોરણ ૧ થી ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ ક્રમ દ્ગઝ્રઈઇ્‌ના અભ્યાસક્રમ મુજબનો રહેશે. આ અભ્યાસક્રમ ભણાવતા શિક્ષકોએ બાળકો સાથે એક વાલીની જેમ બાળક સાથે વર્તવા અપીલ કરી હતી. 

Previous article રાજયના અને કુટિર ગ્રામર્ધોગોના વણાટકામ કારીગરોને તાલીમ-પ્રમાણપત્ર વિતરણ કરાયા
Next article પોલીસ તંત્ર દ્વારા મૌન પાળી શહિદોને અંજલી આપી