૧૨થી ૧૪ જુન વાવાઝોડાની આગાહી સંદર્ભે બોટાદ કલેકટરે બેઠક બોલાવી

747

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર તા.૧૨-૬-૧૯ થી ૧૪-૬-૧૯ સુધી ભારે વરસાદ દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતાથી વાવાઝોડુ અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી બોટાદ જિલ્લા કલેકટર સુજીતકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેક્ટર સુજીતકુમારે જણાવ્યુ કે , તા ૧૨ જુનથી ૧૪ જુન સુધી વાવાઝોડુ અને ભારે વરસાદ હોવાની આગાહી છે તથા તા.૧૩ જુનના રોજ ભારે પવન સાથે વાવાઝોડુ ફુકાવાની સંભાવના હોવાથી અધિકારીઓને સુચના આપી કે વાવાઝોડાની અસરથી રસ્તાઓ બ્લોક ન થાય તેની તકેદારી રાખવી, પ્રભાવિત ગામડાઓ સાથે સંપર્કમા રહેવુ, લોકોની આરોગ્યની સ્થિતિ જળવાઇ રહે તે ખાસ જોવુ, તથા કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવુ સહિતની સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આશીષકુમાર, અધિક કલેકટર બી.વી.લીંબાસીયા,   પ્રાંત અધિકારી વસાવા,  જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમા ઉપસ્થિત રહયા  હતા.

Previous articleસિહોર દિપડીયા ડુંગરે કામાક્ષયા દેવીનો ર૪ કલાકનો નવરંગો માંડવો યોજાયો
Next articleવરતેજ સેવા સહકારી મંડળીનાં હોદ્દેદારો નિમાયા