ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

480

ફિરદૌસ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીનો ભારે દેકારો

જમનાકુંડ વિસ્તારમાં આવેલ ફિરદૌસ સોસાયટી વિગેરે લત્તામાં રમઝાનના દિવસોમાં પણ પીવાના પાણીની વ્યવસ્થાઓમાં ભારે રૂકાવટો અને તેના પરિણામે લોકોને ઉભી થયેલી પીવાના પાણી મુદ્દે મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ મેયર અને વોટર વર્કસ તંત્રને મળ્યું હતું. અને પીવાના પાણીનો પ્રબંધ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી.

પ્રજાકિય પ્રશ્નો મુદ્દે જાગૃત થતા નગરસેવકો સક્રિય થયા

ભાવનગર મહાપાલિકા કચેરીમાં આજે મોટાભાગની ચેમ્બરોમાં ચેરમેનો જોવા મળેલ, ખાસ કરીને આરોગ્ય ચેરમેન રાબડીયા અને તેના વોર્ડના રાજુભાઇ પંડ્યા વિગેરે લોકપ્રશ્નો માટે જાગૃત બનીને અધિકારીઓને બોલાવી પ્રશ્નો ઝડપભેર ઉકેલવા તાક્દિ કરી હતી. કે તા સંભળાયા કે અમારે ચોમાસા પહેલા લોકોના કામો થઇ જવા જોઇએ. કારોબારી કમિટિ સભ્ય ધીરૂભાઇ ધામેલીયા વિગેરે નગરસેવકો પણ આજે પ્રજાકિય પ્રશ્નો ઉકેલવા તંત્રના અધિકારીઓ જોડે ઠીક ઠીક ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. આજે ઘણાં ખરાં સેવકો લોક પ્રશ્નોમાં જાગૃત બની રહ્યાની છાપ જોવા મળી હતી.

કઇ કમીટીમાં કોણ ચેરમેનો છે તે કોંગી સેવકોને ખબર જ નથી..!?

ગઇકાલે મહાપાલિકા કોર્પોરેશન કાતે પાણી મુદ્દે વિપક્ષે રેક્વીઝેશન બેઠક બોલાવેલ બેઠક મળેલ. આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નગર સેવકો પ્રશ્નોની રજુઆતમાં એવી વાત કરતા જોવા મળેલ કે કોણ છે વોટર વર્કસ, ડ્રેનેજ કમિટીના ચેરમેન આવી વાતે કેટલાક અધિકારઓમાં એવી ચર્ચા જાગી પડી કે બોર્ડમાં ચૂંટાયેલા સભઅયોને ચૂંટાયાને ઠીક ઠીક સમય થવા છતાં હજી કોંગીના કેટલાક સેવકોને તો કંઇ કમિટીમાં કોણ ચેરમેનો છે. તેની જાણકારી જ નથી. અને બોર્ડમાં પૂછવું પડે ચેરમેનો કોણ છે આવી જાગૃતિ સેવકોમાં જોવા મળે છે. જે મુદ્દો ચર્ચાય રહ્યો છે.

Previous articleઆગમાં દાઝેલી ભેંસનો સચોટ સારવાર થતા આબાદ બચાવ
Next articleભાવનગરમાં મેગા જોબફેર યોજાયો