લાઠી ના રાજવી ગોહિલ સુરસિહજી તખ્તસીહજી (કવી કલાપી) ની ૧૧૯ મી પુણ્યતિથી નિમિતે લાઠી ના આંગણે ગુજરાત રાજ્યના સુપ્રસિધ્ધ કવીઓનું ભવ્ય કવી સંમેલન નું આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ અને બાલભવન અમરેલી ના ઉપક્રમે દરિયાવની મીઠી લ્હેર નામક કવી સંમેલન નું ભવ્ય આયોજન સમ્પન્ન થયું
લાઠી ના સંતોકબા મેડીકલ સેન્ટર લાલજીદાદા નો વડલો ખાતે યોજાયેલ કાર્યક્રમ માં મુખ્યમહેમાનો માં લાઠી ના પૂર્વરાજવી પરિવારના કીર્તિકુમાર સિહજી સહિત નામી ઉદ્યોગપતી દુલાભાઈ શંકર, વકીલ મંડળના આર.સી.દવે ની ઉપસ્થીમાં ગુજરાત રાજ્ય ના પ્રસિધ્ધ કવી સ્નેહી પરમાર, હિમલ પંડ્યા શિવજી રૂખડા ડો.ભારતીબેન બોરડ શીલા મહેતા કાલિંદી પરીખ ,ભરત વિંઝૂડા, ભુમીર બોસમીયા,બાલકૃષ્ણ જોગી, મુકેશ જોગી, હર્ષદચંદા રાણા, સહિત ૫૧ જેટલા કવીજનો એ સંમેલન માં ભાગ લીધો હતો કાર્યક્રમ ના ઉદઘોષક તરીકે કવી હરેશ વડાવીયા કેતન કાનપરીયા અમિત ભાડલીયા ઉપસ્થિત રહી તમામ કવી ના પરિચય આદાન પ્રદાન કરાવ્યા હતા આતકે ગુજરાતી ફિલ્મ ના ગીતકાર અને જાણીતા કવી મિલિંદ ગઢવી જુનાગઢ અને ઉર્દુ શેર નજ્મ ગઝલ ના જાણીતા રસિક શ્રી અશોકભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા હતા જાણીતા દાતા ઉદ્યોગપતિ દુલાભાઈ શંકરે દરેક વર્ષ કવી સંમેલન યોજવા ૫૧૦૦૦ નું પોતાનું યોગદાન જાહેર કરવા માં આવતા ઉપસ્થિતો એ બિરદાવ્યા હતા કાર્યક્રમ ની સફળતા માટે મુખ્યત્વે કવી ચિરાગ ભટ્ટ સહિત બાલભવન અમરેલીના નીયામક નીલેશ પાઠક આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈતેશ મહેતાએ જહેમત ઉઠાવી હતી.