સિહોર મારૂ કંસારા જ્ઞાતિ દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરાયું

588

સિહોર મારૂ કંસારા જ્ઞાતિ કેળવણી દ્વારા આજરોજ જ્ઞાતિનાં અભ્યાસ કરતાં એલ.કે.જી. તેમજ ધો.૧ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓને જ્ઞાતિ દ્વારા વિના મૂલ્યે ચોપડા તેમજ ફુલસ્કેપ બુકોનું વિતરણ જ્ઞાતિનાં અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ. આ સાથે જ્ઞાતિનાં અગ્રણી રમણીકભાઇ પરમાર દ્વારા સ્વ.ઇન્દુબેન રમણીકલાલ પરમારનાં સ્મરણાર્થે તમામ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા આપી એક સરાહનીય કાર્યને સમાજે બિરદાવેલ છે. ચોપડા વિતરણ અંતર્ગત સમાજનાં મુકુંદભાઇ કંસારા, ક્રિષ્નાભાઇ પવાર, રસીકભાઇ પરમાર તેમજ જ્ઞાતિનાં પ્રમુખ નલીનભાઇ પવાર, ઉપપ્રમુખ હરીશભાઇ પવાર, મંત્રી રાજુભાઇ બુધ્ધભટ્ટી, કમલેશ પરમાર, મનિષ પરમાર, હરેશ પરમાર,ત અશોકભાઇ બુધ્ધભટ્ટી સહિતના જ્ઞાતિનાં ટ્રસ્ટી, કારોબારી સભ્યો, જ્ઞાતિનાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યને જહેમત ઉઠાવેલ.

Previous articleલાઠીના રાજવી કવિ કલાપીની ૧૧૯મી પૂણ્યતિથી નિમિત્તે સ્મરણ વંદના કરાઇ
Next articleઆંગણવાડી બહેનો દ્વારા રેલી