આગામી તા. ર થી ૪ ફેબ્રુઆરી દરમ્યાન મહારાષ્ટ્રના નાગપુર ખાતે રમાનારી સાયકલ પોલો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગુજરાતની ટીમ ભાવનગરથી આજે ચિરાગ પારેખની ઉપસ્થિતિમાં રવાના થઈ હતી ગુજરાતની ટીમને એક્રેસીલ દ્વારા સ્પોન્સ કરવામાં આવી છે. જેમાં ભાવનગરના ૧ર અને સુરતના ૪ ખેલાડીનો સમાવેશ કરાયો છે. નાગપુર મહાપાલિકા, નાગપુર જીલ્લા એમેચ્યોર સાયકલ પોલો એસો., મહારાષ્ટ્ર સાયકલ પોલો એસો., સાયકલ પોલો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય સાયકલ પોલો સ્પર્ધાનું તા. ર થી ૪ ફેબ્રુઆરી દરમ્યાન નાગપુરના કસ્તુરચંદ પાર્ક ખાતે આયોજન કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય સાયકલ પોલો ટુર્નામેન્ટ દેશભરની ૧૯ ટીમો ભાગ લેશે જેમાં ભારતય સેનાની ૩ ટીમોનો પણ સમાવેશ કરાયો છે. આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ કરશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમને ભાવનગરની એક્રેસીલ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરના ૧ર ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. તેમ લોકસંસારને ચિરાગ પારેખે જણાવ્યું હતું. આજે સાંજે યુનિવર્સિટી પોલો ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાતની ટીમના ખેલાડીઓ નાગપુર જવા રવાના થયા હતાં.