કુદરતી આફતમાં જનતામા અડીખમ ઉભા રહેનાર હિરાભાઇ સોલંકી આજે વાયુ વાવાઝોડાની અગમચેતી જિલ્લા કલેકટર દ્વારા રાજુલા, જાફરાબાદની તમામ કચેરીઓને એલર્ટ કરી એક નંબરનું ખતરાનું સિગ્નલ લગાવી દેતાના ભાગ રૂપે જાફરાબાદના કાંઠા વિસ્તારમાં તેમજ જાફરાબાદ માછીમાર મુસ્લિમ સમાજ તેમજ ખારવા સમાજ કોળી સમાજ મળી ૭૦૦ બોટોનો જેટી પર લાંગરી દેવાઇ છે તેમજ તે બોટને મજબુતીથી બાંધી દેવા સૂચનાઓ અપાઇ તેમજ હજી કોઇ માછીમાર ભાઇ દરિયામાં હોય તો તાત્કાલિક કાંઠે બોલાવી લેવા સર્વ જ્ઞાતિના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ થયેલ છે. તેમજ રાજુલા જાફરાબાદના કુલ ૨૮ ગામો જે દરીયાઇ કાંઠા વિસ્તારમાં હોય તે તમામ લોકોને સાવચેતી રૂપે કડક સૂચના આપી એલર્ટ કરાયા ડેપ્યુટી કલેકટર ડાભી બંનેતાલુકાના મામલતદારોને દ્વારા તંત્રને કડક સૂચનાઓ આપી આવતીકાલથી વોવાઝોડાનો ખતરો સંપૂર્ણ ટળી ન જાય ત્યાં સુધી પોતાનું નોકરી સ્થાન છોડવું નહીં.