૧૩મી જૂનના રોજ વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠથી ‘વાયુ’ વાવાઝોડું પસાર થશે. આ દરમિયાન કલાકની ૧૩૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સંભવિત વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર સજ્જ થયું છે. મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને પોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સુનયના તોમરે પત્રકાર પરિષદ કરીને ગુજરાત સાથે આગામી દિવસોમાં અથડાનાર ‘વાયુ’ વાવાઝોડા વિશે માહિતી આપી હતી. તકેદારીના ભાગરૂપે તમામ બંદરોના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તેમજ રોરો અને કાર્ગો સેવાને બંધ કરી દેવામાં આવી છે.
મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાને પગલે આર્મી, નેવી, કોસ્ટગાર્ડ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થફ્રાંતર શરૂ કરવામાં આવશે. ૧૩મી તારીખે સવારે વાવાઝોડું ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાવાની સંભાવના છે. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓડીશાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને વાવાઝોડાની તૈયારીઓ અંગે માહિતી મેફ્રવશે. સુનયના તોમરે જણાવ્યું હતું કે, “વાયુ વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવી ેવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે રોરો ફેરી અને કાર્ગો સેવાને બંધ કરી દેવામાં આવી છે. તમામ પોર્ટના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જહાજના મુખ્ય એન્જીનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સાથે જ ડ્રાઇવરો અને કંડક્ટરોની રજા પણ રદ કરવમાં આવી છે. ડ્રાઇવરો અને કંડક્ટરો સાથે બેઠક કરીને કેવા જોખમ ઉઠાવી શકાય તેની માહિતી આપવામાં આવશે.”