સૌરાષ્ટ્ર અમરેલી તરફ આગળ વધતો વરસાદ અને વાવાઝોડું, અરબી સમુદ્રમાં ડીપ્રેશન, દરેક બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવા સાથે સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે જ્યારે, ૧૨થી ૧૫ જુન વચ્ચે દરિયાકિનારા વિસ્તારમાં અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. ૧૨થી ૧૫ જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જાફરાબાદ, સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ફરાબાદ ના શિયાળ બેટ ,રોહિસ ધારાબંદર,સહિત અન્ય વિસ્તાર મા એન.ડી.એફ.ની ટિમ મુકી દેવામાં આવી છે અને જાફરાબાદ બંદર ને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.