સ્ટાર ક્રિકેટ વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેની વાર્ષિક કમાણી ૨ કરોડ ૫૦ લાખ ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતીય કેપ્ટન આ યાદીમાં ૧૭માં સ્થાનથી નીચે આવીને ૧૦૦માં સ્થાન પર આવી ગયો છે. ફુટબોલ સ્ટાર મેસ્સી કમાણીના મામલામાં પ્રથમ સ્થાન પર છે. ફોર્બ્સની યાદી જારી કરવામાં આવ્યા બાદ કહેવામાં આવ્યું છે કે, કોહલીને જાહેરખબર મારફતે ૨.૧ કરોડ ડોલર અને વેતન અને જીતથી મળનાર રકમ પૈકી ૪૦ લાખ ડોલરની કમાણી થાય છે. છેલ્લા ૧૨ મહિનામાં વિરાટ કોહલીની કમાણી ૨.૫ કરોડ ડોલર રહી છે. વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારમાં મોટાભાગે ફુટબોલ સ્ટાર રહ્યા છે. ટેનિસ, બાસ્કેટબોલનું પણ પ્રભુત્વ છે. બાસ્કેટ બોલ, ફુટબોલનું પ્રભુત્વ અકબંધ છે.