અનંતનાગમાં આતંકી હુમલોઃ CRPFના ૩ જવાન શહીદ

444

જમ્મૂ-કાશ્મીમાં આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો છે. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે કરેલા હુમલામાં ૩ જવાન શહીદ થયા, જ્યારે ૩ પોલીસ કર્મચારીઓ સહિત ૮ અન્ય ઘાયલ થયા છે. આ અથડામણમાં એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારાયો.

કહેવાઇ રહ્યુ છે કે, અનંતનાગમાં બાઇક સવાર ૨ આંતકી આવ્યા અને સીઆરપીએફ અને પોલીસ બળના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યુ, જેમાં સીઆરપીએફના  જવાન ઘાયલ થયા. આ સાથે જ રાજ્ય પોલીસ દળના એક એસએચઓ પણ ઘાયલ થયો છે તેવું જણાવવામાં આવી રહ્યુ છે.  એક જવાનની સ્થિતિ ગંભીર છે, જ્યારે ફાયરિંગમાં આંતકવાદી માર્યો ગયો, તો બીજા આંતકવાદીની શોધખોળ થઇ રહી છે.

આ પહેલા જમ્મૂ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને સોમવારને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ, જેમાં એક જવાન શહીદ થઇ ગયો હતો. ગોળીબારમાં એક જવાન ઘાયલ પણ થયો હતો. પીકિસ્તાનની તરફથી ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.

પાકિસ્તાનની મદદથી ઘણી વખત સીઝફાયરનો ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. હદ તો ત્યારે થઇ જ્યારે પાકિસ્તાને ઇદના દિવસે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ઇદના દિવસે પુલવામાં પત્થરબાજોએ સેનાના પેટ્રોલિંગ કરતી ટીમ પર પથ્થરમારો કર્યો, તો પુંછમાં પાકિસ્તાનમાં તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ.

સુત્રોનુસાર, પાકિસ્તાને ૬ જૂન સુધી ૧૧૭૦ વખત, તો ૨૦૧૮માં ૧૬૨૯ વખત પાકિસ્તાને સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ છે. ગૃહ મંત્રાલયે ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે આતંકી ગુનાઓની સંખ્યા ગત વર્ષની સરખામણીએ બમણી થઇ ગઇ.

Previous articleકોહલી સૌથી વધુ કમાણી કરનારો ભારતીય ખેલાડી
Next articleવેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૯૪ પોઇન્ટ ઘટીને આખરે બંધ થયો