શહેરના પીરછલ્લા, મહેતા શેરીમાં આવેલ કે.મોલ.માં તસ્કરો ત્રાટકી મોલના ચોથા માળે પાછળના ભાગે શટર ખોલી અંદર પ્રવેશી ગલ્લામાંથી રોકડ રૂપિયા અને સીસીટીવીના ડીવીઆરની ચોરી કરી લઈ ગયાની ગંગાજળીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઘોઘાસર્કલ યુનીયન બેંકની પાસે પ્લોટ નં. ૧ર-બીમાં રહેતા અને પીરછલ્લા મહેતા શેરી ખાતે કે.મોલ.ધ રાવતા કમલેશભાઈ કુંદલલાલ સીંધીએ ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે ગતા રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરો મોલના ચોથા માળે પાછના ભાગનું શટર ખોલી અંદર પ્રવેશી ગલ્લામાં રાખેલ જુદા-જુદા દરની આશરે ૩૦ થી ૩પ હજારની ચલણી નોટો તથા મોલમાં રાખેલ સીસીટીવી કેમેરાના બે ડીવીઆર મળી કુલ રૂા. ૭પ હજારની ચોરી કરી લઈ ગયા છે. બનાવ અંગે ગંગાજળીયા પોલીસ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આર.સી. સોલંકીએ હાથ ધરી છે.