શેરબજારમાં આજે સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અઁતે સેંસેક્સ ૧૯૪ પોઇન્ટ ઘટીને ૩૯૭૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. તાતા સ્ટીલ, ઓએનજીસીના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. આવી જ રીતે યશબેંક અને મારુતિ સુઝુકીના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્થ નકારાત્મક રહી હતી. ૧૨૨ શેરમાં તેજી અને ૩૨૦ શેરમાં મંદી રહી હતી. એનએસઈ નિફ્ટી ૫૯ પોઇન્ટ ઘટીને ૧૧૯૦૬ની નીચી સપાટીએ રહ્યો હતો. રિયાલીટીના શેરમાં અફડાતફડી રહી હતી. ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસ અને ઓટોના શેરમાં પણ અફડાતફડી રહી હતી. મેટલના શેરમાં ૦.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૧૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૨૨ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૭૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૫૪૯ રહી હતી. હાલમાં જ લિસ્ટેડ થયેલા ન્યોજૈન કમિકલના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. નબળા બજારની વચ્ચે તેના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૩૭ થઇ ગઈ હતી. ૮મી મે ૨૦૧૯ના દિવસે આ શેર લિસ્ટેડ થયા બાદ તેની કિંમતમાં ૫૭ ટકાનો ઉછાળો થઇ ચુક્યો છે. આજે આ શેરની કિંમતમાં ૧૮ ટકાથી વધુનો ઉછાળો નોંધાતા તેની કિંમત ૩૬૪ ઉપર પહોંચી હતી. એશિયન બજારમાં રચનાત્મક સ્થિતિ રહી હતી. એશિયન બજારમાં અમેરિકાના ફુગાવાના આંકડાને લઇને પણ અસર જોવા મળી રહી છે. જાપાનના નિક્કીમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે શાંઘાઈમાં ૦.૭ ટકાની ઉથલપાથલ જોવા મળી હતી. શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી જારી તેજી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં વેચવાલી રહી હતી. હોલસેલ ફુગાવા માટેના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી બેઠકમાં રિટેલ ફુગાવાની આગાહી વધારીને ૩-૩.૧ ટકા કરી દીધી હતી. નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો આંકડો વધારી દેવામાં આવ્યો હતો. આરબીઆઈના અંદાજને ધ્યાનમાં લેવામાં આવે તો જો આગામી ફુગાવાના ડેટા સારા રહેશે અને વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો થવા માટે ચિત્ર રજૂ થઇ શકે છે. માર્ચ મહિનાના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૦.૧ ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલમાં મંદીના લીધે અસર થઇ હતી.શેરબજારમાં ગઇકાલે તેજી રહી હતી. સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. ગઇકાલે બેંચમાર્ક સેંસેક્સ અંતે ૧૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૯૫૦ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૪૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૯૬૬ રહી હતી. શેરબજારમાં પ્રવાહી સ્થિતિ હાલમાં અકબંધ રહી છે.