રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર યુવકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા

1396

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. અસામાજીક તત્વો ખુલ્લેઆમ તલવારો લઈ વિસ્તારમાં આતંક મચાવે છે. રોડ પર ખુલ્લેઆમ મારામારી કરી હત્યા કરી દેવામાં આવે છે. ગઈકાલે એલિસબ્રિજ પરથી હત્યા બાદ ફેંકી દેવાયેલા માણસના અંગો મળી આવ્યાની ઘટનાના ૨૪ કલાકમાં જ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. વેસ્ટ પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર જ આ હત્યા કરવામાં આવી છે. આજે વહેલી સવારે ઇવેન્ટ સેન્ટર પાસેથી યુવકની લાશ મળતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. લાશ પાસે લોખંડનો હથોડો પણ મળી આવ્યો છે. વહેલી સવારે અથવા રાત્રે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. રિવરફ્રન્ટ પોલીસે યુવકની તપાસ હાથ ધરી છે.

Previous articleવિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે બીબીઍના વિદ્યાર્થીઓ સાયન્સ સીટી પહોચ્યા
Next articleયશો ઇન્ડસ્ટ્રીઝ લિ. રબર કેમિકલ્સ અને લ્યુબ એડિટીવ્સ માટે શક્તિ વિસ્તરણ પૂર્ણ