કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બીજનેસ ઍડમીનીસ્ટ્રેશન (બીબીએ) ના વિદ્યાર્થીઓ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિતે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૧૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિશ્વ આજે ગ્લોબલર્વોમિંગ તેમજ પર્યાવરણની અસમતુલાની સમસ્યાથી પરેશાનછે. ત્યારે મનેજમેન્ટના વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની સાચવણી માટે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવું પડશે. આજના કાર્યક્રમ માં પર્યાવરણ ની સમતુલા માં સમાજ ની કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા છે. તે સમજ્યા હતા. સાયન્સ સીટી અમદાવાદ ના એક્સ્યુકેટીવ ડાયરેક્ટર એસ.ડી. વોરા સાહેબ કાર્યક્રમ બાબતે વિદ્યાર્થીઓ ને ઉપયોગી માહિતી આપી હતી. જેમાં તેમણે નદીઓ ની જાળવણી બંધ બાંધતી વખતે આવતા પર્યાવરણીય પ્રશ્નો તેમજ આ તમામ બાબતો ને કુનેહ પૂર્વક ઉકેલ લાવવા ના તેમના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવ્યા હતા. આજના કાર્યક્રમ મા ડૉ.રમાકાન્ત પ્રસ્ટી આચાર્ય બી.બી.ઍ કોલેજ, ગાંધીનગર તેમજ ડો.રાગીન શાહ, આચાર્ય અરીહંત ફાર્મસી કોલેજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હવા પ્રદુષણ તેમજ વાયુ પ્રદુષણથી ઉપસ્થિત થયેલી ગંભીર પરિસ્થિતિથી
આભાર – નિહારીકા રવિયા વિદ્યાર્થીઓને વાકેફ કરવા મા આવ્યા હતા તેમજ ભવિષ્યમા પ્રદુષણ મા ઘટાડો થાય તે બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ. બીબીઍ ના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ના અભ્યાસની સાથેસાથે સમાજમા જઈને લોકોને પણ જાગૃત કરશે. તેમ ડૉ.રમાકાન્ત પૃષ્ટિઍ પોતાના વક્તવ્યમા જણાવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ બાબતે ગુજકોસ્ટનાં ઍડવાઈઝર તેમજ સાઇન્સ સિટીનાં સિનિયર સાઇંટિસ્ટ ડૉ.નરોત્તમ સાહુ સાહેબ નો સહકાર સાંપડ્યો હતો.
વિદ્યાર્થીઓઍ હૉલ ઓફ સાયન્સ હૉલ ઓફ સ્પેસ ની મુલાકાત કરી અદભૂત અનુભવ મેળવ્યો હતો. સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નીમીત્તે વિદ્યાર્થીઓ ઈ વૃક્ષારોપણ કાર્ય પણ કર્યુ હતુ. જેનાથી યુવા વિદ્યાર્થીઓઍ સમાજને ઉપયોગી સંદેશ આપ્યો હતો.