વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડા પર ઝીણવટભરી નજર રાખી રહી છે. હું રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છું. એનડીઆરએફ તથા અન્ય એજન્સીઓ ખડેપગે જરૂરી મદદ પૂરી પાડી રહી છે. પીએમ મોદીએ બીજા ટિ્વટમાં કહ્યું કે, વાયુ વાવાઝોડાના અસરગ્રસ્તોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. સરકાર તથા સ્થાનિક એજન્સીઓ પળેપળના અહેવાલ આપી રહી છે.