‘વાયુ’ વાવાઝોડાની અસર ધુળની ડમરીથી સોમનાથ મંદિર ઢંકાયું

512

સોમનાથઃ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠા પર તોળાઇ રહેલા ‘વાયુ’ વાવાઝોડાના ખતરાની વચ્ચે યાત્રાધામ સોમનાથમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ધૂળની ડમરીઓમાં સોમનાથ મંદિર ઢંકાઈ ગયું હતું. જેને લઇને થોડોક સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં આ વાતાવરણ સામાન્ય થઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગયેલા સોમનાથ મંદિરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોમનાથ મંદિર માટે છેલ્લા ત્રણ દાયકામાં ત્રીજુ મોટું વાવાઝોડું છે. મંદિરનો પાયો અત્યંત મજબુત અને મંદિરનું બાંધકામ પણ આ પ્રકારના વાવાઝોડા સામે ટકી રહેવા સક્ષમ છે એવું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી – સેક્રેટરી પી.કે. લહેરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું છે. તકેદારી માટે મંદિરની આસપાસના તમામ હાઈમાસ્ટ ટાવર ઉતારી લેવામાં આવ્યા છે. બાંધકામ, સમારકામ તેમજ ધ્વજારોહણ માટે બનાવેલ પ્લેટફોર્મ પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારી લેવાયા છે.

Previous articleકોંગ્રેસી કાર્યકરો તમામ ક્ષેત્રોમાં મદદ માટે તૈયાર રહે : રાહુલ ગાંધી
Next article‘વાયુ’ વાવાઝોડાની અસર, તિથલનો દરિયો ગાંડોતુર બન્યો