ગુજરાતના દરિયાકાઠા પર આવતીકાલે ત્રાટકવા જઇ રહેલા ચક્રવાતી વાયુ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારમાં દેખાવવા લાગી ગઇ છે. મુંબઇમાં સવારથી ભારે પવન ફુંકાયો હતો જેના કારણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે.
મુંબઇ સહિત મહારાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારમાં માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ વાવાઝોડાની અસર હેઠળ ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના દરિયાકિનારે પણ સ્થિતિ વણસી જવાની દહેશત રહેલી છે. દરિયાના બીચ ઉપર ખાસ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ ગુજરાત ઉપર વાયુ ચક્રવાતની અસર મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાના વિસ્તારો ઉપર પણ થઇ શકે છે.
ચક્રવાત હાલમાં ઉત્તરની તરફ કોંકણ દરિયાકાંઠેથી સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવા વચ્ચે વધી રહ્યું છે. કાચા મકાનો અને નબળી ઇમારતોને નુકસાન, વિજળી પુરવઠાને અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ વાયુ તોફાન ૧૩મી જુનના દિવસે ગુજરાતના દરિયાકાઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થનાર છે. ગુજરાતના દરિયાકાઠા પર ખાસ કરીને પોરબંદર અને કચ્છમાં આવતીકાલે પહોંચી જવાની શક્યતા છે. ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. સેના પણ તૈયારીમાં વ્યસ્ત છે. અત્રે નોંધનીય છે કે આ પહેલા ગયા મહિનામાં આવેલા ફેની વાવાઝોડાના કારણે ઓરિસ્સામાં ભારે નુકસાન થયુ હતુ. મુબંઇ હવામાન વિભાગના નાયબ મહાનિર્દેશક કેએસ હોસલિકરે કહ્યુ છે કે ખુબ તીવ્ર ગતિની સાથે ચક્રવાતી તોફાન હાલમાં મુબઇથી ૨૮૦ કિલોમીટરના અંતરે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર સુધી પહોંચી જતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.મહારાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારમાં આના કારણે ૬૦ કિલોમીટર પ્રતિ કલાકથી લઇને ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. મહારાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારોમાં પણ સ્થિતી વણસી શકે છે. દરિયા કાઠાના વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. માછીમારોને ચેતવણી જારી કરવામાં આવી છે. ઝડપી પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. તોફાનના કારણે મુંબઇ પર કોઇ ખાસ અસર થશે નહીં. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાત ઉપરાંત ચક્રવાતી વાયુની અસર મહારાષ્ટ્ર, કર્ણાટક ગોવામાં પણ તેની અસર થઇ શકે છે. ગુજરાતમાં તો દરિયાકાઠા પર જોરદાર પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. વાવાઝોડાની અસર હેઠળ મુંબઈમાં પ્રતિકુળ અસર દેખાઈ રહી છે. સવારથી જ પ્રચંડ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. વૃક્ષ ધરાશાયી થવાના કારણે બાઈકને નુકસાન થયું છે. મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક અને ગોવામાં પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાવચેતીના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં નિયમિત ગાળામાં ચેતવણી જારી કરવામાં આવી રહી છે. સિગ્નલો પણ મુકવામાં આવ્યા છે. વાણિજ્ય પાટનગર મુંબઈમાં પ્રચંડ પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં આની અસરની ચર્ચા જોવા મળી રહી છે.