જાફરાબાદ તાલુકાના એભલવડ, લોર ગામે સરકારના તમામ નિતિ નિયમોનો ઉલાળીયો કરી કિંમતી એવી ગૌચરની જમીનમાં ચલાવાતા મહેશ્વરી સ્ટોન ક્શરથી એભલવડ, લોર તથા જીકાદ્રી ગામ તથા આસપાસના ગામોમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.
મહેશ્વરી સ્ટોન ક્રશરના પાપે અભેલવડ, લોર, હેમાળ તથા જુની જીકાદ્રી તથા આસપાસના ગામોમાં સ્ટોન ક્શરમાંથી ઉડતી ધુળ, રજકરણના કારણે ખેતીના પાકને ભયંકર નુકશાન થઈ રહેલ છે. તેમજ સાથો સાથ આ ગ્રામજનોમાં શ્વાસ- દમનો રોગચાળો, ગ્રામજનોના મકાન, છત, ઘર, ફળીયામાં રજકણ- ધુળના થર બાધવા સહિતની અનેક સમસ્યાઓ ઉભી થવાથી અમારા ગામના ગ્રામજનો અને આસપાસના ગામોના ગ્રામજનોને જીવવું દુષ્કર થવા પામેલ છે.
ઉપરાંત ઉપરોકત સ્ટોન ક્રશર આસપાસ સિંહ, દિપડા, રોઝ, નિલગાય સહિતના વન્ય પ્રાણીઓની વ્યાપક વસ્તીવાળા વિસ્તારમાં મહેશ્વરી સ્ટોન ક્શરની ખાણમાં કામ કરતા એલ્ગા બ્લાસ્ટથી વન્ય પ્રાણીઓના જીવનમાં ખલેલ પહોંચવા સાથે આસપાસના વિસ્તારમાં ભુગર્ભ જળ ભંડાર ઉંડા વહી જવાથી ખેતી તથા પીવાના પાણીની વિકરાળ સમસ્યા સર્જાવા પામી છે. તેમજ આ વિસ્તારથી દરીયા કિનારો નજીક હોય આવા બ્લાસ્ટના કારણે દરિયાના ક્ષાર આ ગામોમાં પ્રવેશી જવાનો પણ ભયંકર ખતરો ઉભો થયો છે. પરિણામે આ વિસ્તારમાં માત્ર એક સ્ટોન ક્રશરના પામે હજારો એકર કિંમતી જમીનોનો નાશ થવા થઈ રહ્યો છે. ઉપરોકત અમારી તમામ બાબતોની રજુઆતો ધ્યાને લઈ તાત્કાલિક અસરથી મહેશ્વરી સ્ટોન ક્રશર બંધ કરાવવા માંગણી ધ્યાને લેવી અન્યથા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવેલ છે.