તંત્રના બંધ રાખવાનાં આદેશ છતાં સિહોરમાં ટ્યુશન ક્લાસીસ શરૂ રહ્યાં

552

જિલ્લા કલેક્ટર ના શાળાઓ બંધ રાખવા આદેશ છતાં સિહોરમાં ટ્યુશન વાળાઓ દ્વારા કપરા સમયમાં પણ ચાલુ રાખ્યા પોતાના હાટડા સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાઝોડા ની વ્યાપક પ્રમાણમાં અસર થવાની હોય જેની અગમચેતીના ભાગરૂપે ઠેરઠેર જગ્યાએ સરકાર તથા કલેક્ટરો દ્વારા શાળાઓ કોલેજો બંધ રાખવા આદેશો જારી કરાયા હતા ત્યારે આ પરિપત્ર માં કોઈ ક્ષતિ હોય કે પછી અર્થઘટનો માં કોઈ ખામી હોય તેવું ટ્યુશન સંચાલકોને લાગ્યું હતું કારણ કે મોટાભાગના ટ્યુશન કલાસીસ શરૂ રાખી વિદ્યાર્થીઓ ને એજ્યુકેશન પીરસવા મશગુલ જોવા મળ્યા હતા ત્યારે આ જવાબદારી કોની ? જોરદાર પવન ફૂંકાવાનું શરૂ ગમે ત્યારે વાયુ વાવાઝોડુ આવવાની સંભાવના હોય છતાં નિયમોની એસી કિ તેસી કરી સંચાલકો સિહોરમાં દ્વારા ટ્યુશન કલાસીસો શરૂ રાખી પોતાની મનમાની કરી હતી પોતાનું બાળક આ વિકટ પરિસ્થિતિમાં બહાર ન જાય તેવું વાલી વર્ગ ઈચ્છતા હોય છે ત્યારે ફરજિયાત આવા કલાસીસ શરૂ રાખતા પોતાના બાળકોને જીવન જોખમે પણ ટ્યુશનમાં મોકલ્યા હતા.

Previous article‘વાયુ’ વાવાઝોડું આજે દરિયાકાંઠે ત્રાટકશે : લાખોનું સ્થળાંતર
Next articleબરવાળાના નાવડા ગામે સરકારી શાળાઓને નોટબુક વિતરણ કરાઇ