ધંધુકાનાં રાયકા રોડ પર તુફાન-એસ.ટી.નો અકસ્માત.

2391

ધંધુકા રાયકા રોડ ઉપર ગમારા છાત્રાલય નજીક તુફાન ગાડી અને એસ.વી. બસ વચ્ચે અકસ્માત સર્જાતા તુફાન ગાડીમાં જઇ રહેલા ૮ વ્યક્તિને વધતી ઓછી ઇજા થઇ હતી. તથા એસ.ટી.બસને આગળના ભાગે નુકશાન થયું હતું.

ધંધુકા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશથી અમરેલી જઇ રહેલ તુફાન ગાડી નં.એમ.પી.૬૯બી૦૪૦૬ ના ચાલકે ગફલત ભરી રીતે પૂરઝડપે ગાડી ચલાવી સામેથી આવતી રાજુલાથી કૃષ્ણનગદર (અમદાવાદ) જઇ રહેલ એસ.ટી. બસ સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તુફાન ગાડીમાં મુસાફરી કરી રહેલા ૮ મુસાફરોને વધતી ઓછી ઇજા થઇ હતી. બનાવની જાણ થતા ધંધુકા પોલીસ ઘટના સ્થએળે પહોંચી ગઇ હતી. તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાીં ઘાયલોને ધંધુકાની આર.એમ.એસ. હોસ્પીટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.

તુફાન ચાલક વિરૂદ્ધ જસમતભાઇ ગારીશભાઇ ઘાંચી રહે. રાજુલા લાડીકીયા સોડાયણ ના રે. પોલીસ ફરીયાદ નોંધીવ છે પોલીસે મુકેલ ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ એએમઆઇ હરજીભાઇ ચલાવી રહ્યા છે.

Previous articleબરવાળાના નાવડા ગામે સરકારી શાળાઓને નોટબુક વિતરણ કરાઇ
Next articleમાઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ