આંચકો
દિવાળીનો તહેવાર નજીક હતો એટલે સુમનને ઘરની સાફસફાઈની ચિંતા હતી કે આ વખતે એનાથી ટેબલ પર ચઢી નહી શકાયને કાવ્યાના પપ્પાને પણ શોપ પર બહુ કામ હોય છે એટલે એમને કેમ કરી કહેવું? ત્યાં જ એની દસ વર્ષની નાની ઢીંગલી એની પાસે આવી બોલી “ચાલ મમ્મી હું માળીયા પર ચઢી સાફસફાઈ કરુ..” કાવ્યા માળીયા પર ચઢી ને એક બોકસ ખોલી જોયું તો હરખાઈ ગઈને મનોમન બહુજ ખુશ થઈ બોલી “મમ્મી મારા બધાજ રમકડા હજી સાચવ્યા છે? આ હાથી! આ મિકી! અને મારી પ્યારી બાર્બીડોલ પણ છે! મમ્મી આ રસોઈ કરવાનો પુરો સેટ હવે નીચે રાખજે હવે એના પર હુ રસોઈ કરીને પપ્પાને ગરમા ગરમ રસોઈ બનાવીને ખવડાવીશ” એવુ કાવ્યા બોલતી જતી હતી ને મમ્મી હસતી જતી હતી ને ત્યાં ડોરબેલ વાગી.” મમ્મી જો કદાચ પપ્પા આવ્યા” એવું કાવ્યા બોલીને સફાઈ કરતી પાછું માળીયુ સાફ કરવા આગળ ગઈ ને ઈલેક્ટ્રીકનો તાર ખુલ્લોપ
“વાછરડી”
સ્કૂલેથી ઘરે આવી રીવાએ એની મમ્મીને કહ્યુંઃ “મમ્મી મારી ફ્રેન્ડ નીધીની મમ્મીને છોટુ બેબી આવ્યું તો નિધીના દાદી પેંડા આપે છે…..” પણ તેની મમ્મી એ વાત ન ગણકારતા કહ્યું “હા એને દીકરો આવ્યો છે.” ફરીથી એ જ ખુશી સાથે રીવા બોલીઃ “મમ્મી હું પણ નાની બેબી હતી ત્યારે મારા દાદીએ પણ પેંડા આપ્યા હશેને બધાને?” આ સવાલ સાંભળતા જ જાણે કોઇએ સોનુના હોઠ સીવી લીધા હોય તેમ ચુપ્પી સાધી. રીવા એની મમ્મીના ચહેરાના બદલતા હાવભાવને એકીટશે જોઈ ભગવાન જાણે શું સમજી રહી હતી..! ત્યાં પાછળથી અવાજ આવ્યો ’ગાયને વાછરડી આવી માવો બનાવો’ આ અવાજ રીવાના દાદીનો હતો.. આ સાંભળતાંની સાથે જ ફરી (ઉત્સાહથી ભરપુર ને અપાર આનંદ સાથે) એક માસૂમ સવાલે સોનુને આંજી દીધી “મમ્મી ગાયને વાછરડી આવી તો માવો બનાવા દાદી એ કહ્યું તો તો મારા જન્મ સમયે તો….? “ચૂપ એક્દમ…” ડઘાઈ ગપ
અનેરો આનંદ
વૈદેહી ખૂબ જ શ્રીમંત ઘરની લાડ કોડથી ઉછરેલી નાજુક કળી. એના મમ્મી પપ્પા એનો પડ્યો બોલ ઝીલે. ક્યારેય કોઈ વાતની કમી ના આવવા દે. વૈદેહીને રમકડાંનો જબરો શોખ. એની પાસે અવનવા રમકડાંનો ભંડાર હતો. પણ એમાંથી એક પણ રમકડું એ કોઈને પણ આપવા તૈયાર ન હતી. બધા જ રામકડાને એ જીવથીયે વધુ સાચવતી હતી. એક દિવસ બન્યું એવું કે એ એના રમકડાં રમતા રમતા મમ્મી સાથે વાતો કરી રહી હતી. અચાનક જ એનું ધ્યાન બારીની બહાર પોતાની માના ઇલાજ માટે કરગરીને ભીખ માંગતી એક લઘરવઘર છોકરીને પર ગયું. એણે એની મમ્મીને મદદ કરવા જણાવ્યું. પરંતુ એની મમ્મીએ આ બધી બાબતો પર ધ્યાન ન આપવા જણાવ્યું અને કહ્યું કે જો તારી પાસે એને મદદ કરવા પૈસા હોય તો તું આપ મારી પાસે તો નથી અને બાપ
પઝલ ગેમ
નિશા તેની ચાર વર્ષની દીકરી પલ સાથે વેકેશનમાં પિતાના ઘરે આવી હતી. આજે નિશા સાથે ભણતી ધરતી તેની દીકરી સાથે મળવા માટે આવી હતી, ઘણા સમય પછી મળ્યાં હોય નિશા અને ધરતી વાતોમાં મશગૂલ હતી અને બંનેની દીકરીઓ પઝલ ગેમ રમતી હતી. થોડી વારમાં જ પલ પાસે આવી કેહવા લાગી ” મમ્મા આઈ કંમ્પલીટ માય ટાસ્ક” આ વાત સાંભળીને ધરતીને પોતાની અને નિશાની બાળપણની યાદો તાજી થઈ ગઈ તે નિશાને કેહવા લાગી કે આપણે નાના હતા ત્યારે આવી ગેમ્સ કે બીજા કોઈ ફીતુર ન હતા માત્ર ઢીંગલા ઢીંગલી જેવી રમતો અને પરીકથાઓમાં આપણે મોટા થયા અને અત્યારના આધુનિક સમયમાં આ ગેમ્સ અને ઘણું બધું બાળકો માટે ઉપલબ્ધ છે, તો પણ આપણે જે બાળપણનો આનંદ માણ્યો હતો એ આ આજની પેઢીને મળશે ખરો?
-ગુરૂ ગાલિબ મહેશ રાવલ વસ્ત્રાપુર, અમદાવાદ
રિહર્સલ
નેતાજીની પત્ની ઉવાચઃ “અરે, કહું છું ક્યાંરનાં- ’પરીઓનાં દેશમાં આમ’…… ને …..’પરીઓનાં દેશમાં તેમ’ …… શું એકધારૂં બોલી રહ્યાં છો…. ગાંડા થઈ જશો….. ઊઠો… સવારનાં આઠ વાગ્યાં….” નેતાજીએ હૈયા વરાળ કાઢીઃ “ઓહ….. એમ છે? એ તને નહીં સમજાય…… વાત જાણે એમ છે કે આજે સાંજે છ વાગ્યે હું – ’પરીઓનાં દેશમાં ’- વિષય પર બાળાઓ સામે અભિનય સાથે વક્તવ્ય આપવાનો છું…..કદાચ… ઊંઘમાં તેનું આ રિહર્સલ હોય …..!……..તને કેવું લાગ્યું? ” નેતાજીની પત્ની બબડાટ કરતી બોલી “પૂછો તમારા આત્માને!…. ”
– હસમુખ રામદેપુત્રા – રાજપ
પરીકથા
“પછી તો એ બધાંએ નક્કી કર્યું કે હવે અમે રોજ રાત્રે જીનને કહેશું કે બધાં કામ કરી લે. અમને સારું સારું ખાવાનું આપે…..” મધુએ વાર્તા કરતાં સપના સામે જોયું. એની આંખ ધેરાવા લાગી હતી. ઊંડો શ્વાસ ભરીને ઊભી થઇ અને બાકીનું કામ આટોપવાની ઝડપ કરવા લાગી. અચાનક સપનાનો અવાજ આવ્યો. ” એક ચિરાગ હતું, એમાં એક જીન રેતુ’તુ ને એને મો..ટુ જાદુ આવડતું’તુ…”. મધુ કૌતુકથી જોવાં ગઇ. સપના એની તૂટેલી ઢીંગલીને વાર્તા કહેતી હતી. “પછી છે ને ખબર છે એ જીને શું કર્યું? એ તો નવું દફતર, નાસ્તાનો ડબ્બો,વૉટર બૉટલ બ….ધું લાવ્યો..એકદમ નવું ને પાછું આખું…પેલું લારી..જેવું..ને..રોજ શાક, આખો ડબ્બો નાસ્તો..ઘેરાતી આંખે બોલતાં બોલતાં સપના ઊંઘમાં સરી પડી. મધુ વાસણ પુરેપુરા જોરથી ઘસવા લાગી. કાશ કોઈ જીન પ્રગટ થાય.
શીર્ષકઃ મમ્મીપરી
રિસાયેલી ૫ વર્ષની નિહારિકાને મનાવવા મમ્મી કંઈક વિચારીને એની પાસે ગઈ અને કહ્યું “એક ટોપ સિક્રેટ છે તું પ્રોમિસ આપ કે કોઈજોડે શેર નઈ કરે તો હું કહું “ “ હા કોઈનેય નઈ કવ ગોડ પ્રોમિસ મમ્મા” “હું એક મમ્મીપરી છું ભગવાને મને તારા અને તારા પપ્પાનું ધ્યાન રાખવા મોકલી છે, ભગવાનની દીકરી છું” “મમ્મા તો-તો તને જાદુ આવડતો હશેને ,ચલને મમ્મા મને ઉડાવ, મારે ઉડવું છે સુપરમેનની જેમ” બસ આટલુજ લે એમ કહી મમ્મીએ એને જાદુઈ એપ્રન પેહરાવ્યું અને બોલી “ગીલી ગીલી છુ ઉડજા તું “ત્યાંતો નેન્સી ઉડીને પેહલાં માળે આવેલ એના રૂમની બારી પાસે પોહચી ગઈ.એ બહુજ ખુશ હતી એની મમ્મી પરી છે પછી મમ્મી એ જાદુગર બતાવે એવાજ જાદુ પણ બતાવ્યા અને પછી નેન્સી સુઈ ગઈ. રાતે પપ્પા મોડા આવ્યા ગુસ્સામાં બોલ્યા એવી તે શું જરૂર હતી કે તે સ્ટાફને બધાંજ સામાન સાથે અહી બોલાવ્યો મપ
મમતા
અઢી વર્ષની મીની અચાનક ઉઠીને રડવા લાગી. “હજી હમણાં તો સુવડાવી હતી અને એટલામાં…?” કહેતી મોટી બહેન મમતા એને ખોળામાં લઇ છાની રાખી વાર્તા કહેવા માંડી , “એક ગરીબ છોકરી હતી જેનું નામ મુન્ની હતું. મુન્ની બહુ ડાહી હતી ખાવાનું ના મળે તો ભૂખી સુઈ જાય પણ રડે નહીં. આ વાતથી ખુશ થઈ એકદિવસ ગુલાબી ચમકતા ડ્રેસમાં એક સુંદર પરી આવી જેના માથે હીરાજડિત મુગટ અને હાથમાં હીરાજડિત જાદુઈ લાકડી જેના પર ચમકતો તારો. પરીએ મુન્નીને ત્રણ ઈચ્છા માંગવા કહ્યું. મુન્નીએ એની ઈચ્છા દર્શાવી. પહેલી… એને પૂરતું ખાવાનું મળે ,બીજી…એ સ્કૂલે જાય અને ત્રીજી… ભગવાનના ઘરેથી એની મમ્મી પાછી આવી જાય. પરીએ જાદુઈ લાકડી ફેરવીને એની પહેલી બે ઈચ્છા પૂરી કરી. ત્રીજી ઈચ્છા માટે મમ્મીને તો ભગવાને રજા ના આપી એટલે પરીએ મુન્નીને એક બહેન આપપ
પરીનો જાદુ
નાનકડી માહીએ શાળામાંથી ઘરે આવતાં જ રીમાને ઘરે જોઈ અને ખુશીથી બોલી ઉઠી, “મમ્મી, આજે જલ્દી આવી ગઈ ? જો, તું વાંચ ને મમ્મી, મને નિબંધમાં પહેલો ક્રમાંક મળ્યો.” રીમા હોંશે હોંશે પરીનો લખેલો નિબંધ વાંચવા લાગી..શબ્દે શબ્દે એની પાંપણ ભિંજાવા લાગી… મારી વ્હાલી પરી, તારી સુંદર સફેદ પાંખો મને બહુ ગમે છે, અને તું તો જાદુ પણ કરે છે ને ?મને પણ તારા જાદુથી મોબાઈલ બનાવી દેજે. એટલે હું મારી મમ્મી સાથે આખો દિવસ રહી શકું. એમની ઓફિસમાં પણ સાથે જ. ઘરે આયામાસી પાસે બેસીને મમ્મીની રાહ જોવાનું મને નથી ગમતું. મોબાઈલ બનવાની કેવી મજા! કાયમ મમ્મીની સાથે સાથે… આ વાંચતા જ રીમાને પોતાની મજબુરી માટે અસહાયતાનો અનુભવ થયો, અને તે ગળગળી થઈ ગઈ. અને, આ વાત એણે પોતાના તમામ સોશ્યલ મીડિયા ગ્રુપમાં મુકી!
– ચેતના ગણપ
સજા
ચંપકવનને શ્રેષ્ઠ જંગલનો ઍવોર્ડ મળ્યો હતો. કારણ હતું અહીંના નિયમો. આ નિયમોનું પાલન બધાં જ પ્રાણીઓએ ચુસ્તપણે કરવું પડતું. જે નિયમોનો ભંગ કરે તેને આ જંગલ કાયમ માટે છોડીને જવું પડતું. એક દિવસ મગન નામનો માણસ આ વનમાં આવી ચડ્યો. તેણે આ વનની ખૂબ વાહવાહી સાંભળી હતી. મગને જંગલના વડા સયાજીને કહ્યુંઃ “રાજાજી, મને અહીં રહેવાની રજા આપો. મારે આ શ્રેષ્ઠ વનમાં રહીને અહીંની સારી વસ્તુ શીખવી છે.” સિંહે મંજૂરી આપી પણ સાથે- સાથે નિયમોના ચુસ્તપાલન વિશે ખબરદાર કર્યો. મંત્રી વજુવાઘને નિયમો સમજાવવા આદેશ કર્યો. વજુવાઘે કહ્યુંઃ “- અસત્ય બોલવું નહિ. – ઇર્ષ્યા કરવી નહિ. – બધાંની ખુશીમાં ખુશ થવું. -પર્યાવરણને નુકશાન કરવું નહિ. -કચરો જયાં ત્યાં નાંખવો નહિ. -પાણીનો બગાડ કરવો નહિ. -બધાં સાથે પ્રેમથી જ વાત કરવી. -વડીલોને માન આપવું અને ખાસ…માતા-પિતાની સેવા કરવી.” રાત પડી ગઇ. સવારે ખાપ
સ્ટેચ્યુ
છ મહિનાની દોડધામ અંતે આજે ચુકાદો આવી ગયો. નાના એવા મકાનના બે ભાગ પડશે. કેમકે બા બાપુજી હવે સિધાવી ગયા હતા. નિરવે મોટાભાઈને ઘણી વિનંતી કરી કે એનો પરિવાર ક્યાં જશે? પણ, બધું વ્યર્થ! કડકડતી ટાઢમાં પણ નિરવને પરસેવો વળી ગયો. એ રાતે થોડું વધારે પુણ્ય કમાવવા અને પોતાની જીત માટે પ્રભુનો પાડ માનવા રમેશ ફૂટપાથ પર સુતેલા ગરીબો અને ભિખારીઓને ધાબળાનું દાન કરવા નિકળ્યો. “આલે તું પણ એક ધાબળો રાખી લે…” એક નાનકડા છોકરાને ધાબળો આપતાં રમેશની પત્નીએ કહ્યું “ના, મારી પાસે એક ધાબળો છે…બીજાનો મારે ખપ નથી. તમે કોઈને આપી દ્યો જેને જોતો હોય એને..” અને એ નાનો ટેણિયો પોતાનો ધાબળો ઓઢીને જતો રહ્યો પણ, રમેશને જાણે સ્ટેચ્યુ કરતો ગયો..
– દક્ષા દવે ’રંજન’
” નિરાલી ”
“આમચોળી….ચપ્પાચોળી… ગરમમસલા…પાણીપુરી…. એ..લે…ડિકો, “બોલતી નિરાલી જીભડો કાઢીને રમત અધૂરી છોડી ,છોકરાઓને ઘોલ-ધપાટ કરતી ભાગીને ઘરમાં ઘુસી ગઈ.”ઓ….રમાબેન.. ભૂખ લાગી ખાવા આપો…આપોને…વાસણ પછાડતી દેકારો કરવા લાગી. એક તો નિરાલીનો કકળાટ ને પાડોશના છોકરાનું વેકેશન “તું..છેને .” હજુ બોલવાજાય, ત્યાં રાવ લઈને ચંચલબાનેઆવતા દીઠા ને રમાને ફાળ પડી. રમા તારી છોડીને ઘરમાં રાખ છોકરાવને રમવાય દેતી નથી, ને મારીને ભાગે છે, મુય ગાંડીને સાચવીને રાખ. નિરાલીને ઠપકારવા, રમા રસોડામાં આવીને જોવે તો.. નિરાલીબેન તો જે હાથ આવ્યું એ જાપટવામાં પડ્યા હતા. રમા જમતી દીકરીને શુ કહે ? માની સામે નજર મળતા નિરાલી હાથમાં કંઈક છુપાવતી વઢની બીકે બહાર ભાગી. “નીરાલીના તોફાનો તો તોભા “…બબડાપ