જાફરાબાદ તાલુકા મામલતદાર ચૌહાણના અધ્યક્ષસ્થાને પોલીયો અભિયાનનો પ્રારંભ કરાયો. જેમાં લોઠપુર, મીતીયાળા, વઢેરા, બલાણા, રોહીસા, પાંચ ગામોમાં રૂબરૂ જઈ પોલીયો કાર્યક્રમમાં જનતાએ ખૂબ જ સહકાર અપાયો હતો.
જાફરાબાદ તાલુકા મામલતદાર એન.એમ. ચૌહાણના અધ્યક્ષતામાં પોલીયો અભિયાનનો પ્રારંભ લોઠપુરમાં ૬ર, મીતીયાળામાં ૮૧, વઢેરામાં ૬૦, બલાણામાં ૯૬ અને રોહીસામાં ૧૦૬ ૦ થી પ વર્ષના ભુલકાઓને પોલીયોને ભારત ભરમાંથી હાંકી કાઢવા સમગ્ર જાફરાબાદ તાલુકામાં ૦ થી પ વર્ષનું બાળક એક પણ વંચીત ન રહે તે માટે ગામોના સરપંચો જેમ કે લોઠપુરના સરપંચ રાણા આતા, મીતીયાળાના સરપંચ ચંદુભાઈ, વઢેરા સરપંચ કાનાભાઈ તથા ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા, બલાણા સરપંચ છગનભાઈ ડાભી અને રોહીસા સરપંચ વિજાણંદભાઈ વાઘેલા જેવા દરેક ગામોના સરપંચોએ તેના ગામોની જનતામાં જાગૃતિ લાવવા રૂબરૂ ઘરે-ઘરે ફરીને પોલીયોને હાંકી કાઢવા અભિયાન મામલતદાર એન.એમ. ચૌહાણની માર્ગદર્શનથી તાલુકાની જનતાએ ખૂબ જ સાથ અને સહકાર મળેલ.