ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

451

તા.૧૫ના રોજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે

ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક તા.૧૫ના રોજ સાંજના ૪ વાગે ચેરમેન યુવરાજસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને મળશે આ બેઠકમાં રૂા.૩,૦૭ કરોડ ના વિકાસના કામોની મંજુરી અપાશે. આ બેઠકમાં કુલ ૬૦ જેટલા તુમારો રજુ થશે. કર્મચારીઓને અવસાન મુદ્દે લાયક સભ્યોને ઉચ્ચક નાણાકિય સહાય, લીઝપટ્ટા, રોડને લાઇડનીંગ, વિકાસના કામોને મંજુરી આપવા વિગેરે તુમારો રજુ થશે.

કોર્પોરેટરોએ વોર્ડ ન છોડવા મેયરની ખાસ સૂચના

વાવાઝોડાની આગાહી મુદ્દે આજે મેયર મનભા મોરીએ પર નગર સેવકને તાકિદનો સંદેશો પાઠવી વાવાઝોડાની સ્થિતિમાં કોઇપણ નગરસેવકોએ પોતાનો વોર્ડ છોડવો નહીં. અને લોકોના ં પ્રશ્નોમાં સહાય રૂપ સહકાર આપવા જણાવ્યું છે.

શહેર ભાજપ કાર્યકરોની બેઠક

શહેર ભાજપ પ્રમુખ સનત મોદી, મેયર મનભા મોરી વિગેરેની હાજરીમાં વાવાઝોડા મુદ્દે એક ખાસ તાકિદનાી બેઠક ભાજપ કેચેરી ખાતે મળેલ બેન્કમાં નગરસેવકો અને અન્ય પદાધિકારીઓ હાજર રહીને વાવાઝોેડાની સુચના અંગેની ચર્ચા કરાય હતી.

Previous articleઆશા ખરી, ઉપાધિ પણ ખરી…
Next articleલોકોને સાવચેત રહેવા સમજાવાયા