ગુજરાતમાં આવી રહેલા વાયુ ચક્રવાતી તોફાનના કારણે મહુવાના કાંઠા વિસ્તાર જેવા કે કતપર લાઇટ હાઉસમાં રહેતા લોકોને મહુવાના નવા ઝાંપા વિસ્તારની શાળામાં ઉતારો આપેલ હતો. જેમાં નવાઝાંપા વિસ્તારના મૌલાના જહીર અબ્બાસ અને તેમના ઝમઝમ ગૃપ તરફથી રાત્રી ભોજન અને નાસ્તા તથા પાણી તેમજ સવારના નાસ્તાની સુંદર વ્યવસ્થા કોઇપણ જાતના ધર્મના વાડા ભૂલી માનવધર્મના નાતે ગોઠવેલ હતી. આ કાર્યમાં ઝમઝમ ગૃપના તમામ સાથીદારો સહભાગી થયેલ.