પ્રભારી સચિવ પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

500

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર તા.૧૨-૬-૧૯ થી ૧૪-૬-૧૯ સુધી વાવાઝોડુ અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી બોટાદ પ્રભારી સચિવ પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી.જેમાં પ્રભારી સચિવ પી. સ્વરૂપએ જણાવ્યુ હતું કે, તા ૧૨ જુનથી ૧૪ જુન સુધી વાવાઝોડુ અને ભારે વરસાદ થવાની આગાહી છે તથા તા.૧૩ જુનના રોજ ભારે પવન સાથે વાવાઝોડુ ફુકાવાની સંભાવના હોવાથી અધિકારીઓને સુચના આપી હતી કે, વાવાઝોડાની અસરથી રસ્તાઓ બ્લોક ન થાય તેની તકેદારી રાખવી, પ્રભાવિત ગામડાઓ સાથે સંપર્કમા રહેવુ, લોકોની આરોગ્યની સ્થિતિ જળવાઇ રહે તે ખાસ જોવુ તથા  ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ તેમજ શિક્ષકોને આરોગ્ય વિભાગના હેડકવાટરમાં રહેવા સુચના આપવામાં આવી હતી.  જિલ્લા કલેકટરએ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લેયાયેલ પગલા અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, માર્ગ મકાન વિભાગ દ્વારા તાલુકા મુજબ જેસીબી અને વૃક્ષ કટીંગના મશીન, ફાયર ટીમો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ટીમની આગોતરી રચના કરવામાં આવી છે તથા નદીના તટ પર વસવાટ ન કરવા પર પણ અધિકારીને સૂચના આપી હતી.

Previous articleવાવાઝોડાથી સ્થળાંતર થયેલ લોકોને મહુવામાં ઝમઝમ ગૃપે ભોજન કરાવ્યું
Next articleઆદર્શનગરનાં વસાહતીઓને સલામત સ્થળે ખસેડવા કવાયત : રહિશોનો નનૈયો