રાજુલા તાલુકામાં મતદાન યાદી સુધારણા કાર્યક્રમ મામલતદાર એસ.આર. કોરડીયા દ્વારા કોવાયા, ઉચૈયા, ભચાદર, વડ, છતડીયા, હિંડોરણા, કડીયાળી ગામોમાં રૂબરૂ મુલાકાતે પહોંચ્યો હતો. રાજુલા તાલુકામાં મતદાનયાદી સુધારણા કાર્યક્રમ મામલતદાર એસ.આર. કોરડીયા દ્વારા ઉચૈયા બુથ નં.૧૬૬માં ધારાનાનેસ, ભચાદર બુથ નં.૧૩૭, વડ બુથ નં.૧૩૬, છતડીયા બુથ નં.૧૩૩, હિંડોરણા બુથ નં.૧૩૪ અને કડીયાળી બુથને ૧૩૧ અને ૧૩રમાં રૂબરૂ મુલાકાતે જઈ દરેક ગામના સરપંચોને સાથે રાખી વિજીટ કરેલ. જેમાં ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ ભચાદર, સરપંચ તખુભાઈ તથા તાલુકા સદસ્ય જગુભાઈ ધાખડાએ તથા વડના સરપંચ અજયભાઈ ખુમાણ સહિત લોકજાગૃતિ માટે જહેમત ઉઠાવી હતી. જે દરેક શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં જઈ શિક્ષકો દ્વારા કાર્યક્રમ સફળ રહેલ.