વાયુ વાવાઝોડાને પગલે બોટાદ જિલ્લાના રાણપુરમાં નદીની આસપાસ વસતા ૧૦૦ કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્ય્ું તમામને રાણપુરની તાલુકા શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. રાણપુર ગ્રામ પંચાયત દ્વારા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તમામ લોકો માટે ગરમા ગરમ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાણપુરના સરપંચ અબ્બાસભાઇ દ્વારા સ્થળ ઉપર હાજર રહીને તમામ સુવિધા આપવામાં આવી રહી છે.