દિપિકા અને રણવીર સિંહ સાથે કામ કરવા માટે તૈયાર થઇ ગયા છે. બંનેની જોડી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર નજરે પડનાર છે. દિપિકા પોતાના પતિ રણવીર સિંહ સાથે કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. જો કે આ ફિલ્મ માટે તેને જંગી રકમની ઓફર કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ દિપિકા આ ફિલ્મમાં કામ કરવા માટે ૧૪ કરોડ રૂપિયા મેળવી રહી છે.
રણવીર અને દિપિકાની જોડી ચોથી ફિલ્મમાં સાથે દેખાશે. ફિલ્મમાં રણવીર પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના રોલમાં નજરે પડનાર છે. જ્યારે દિપિકા તેમની પત્નિની ભૂમિકામાં નજરે પડનાર છે. કપિલની પત્નિ રોમી ભાટિયાના રોલમાં તે નજરે પડનાર છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ એવી પ્રથમ ફિલ્મ રહેશે જેમાં આ જોડી ફિલ્મના અંતમાં મરશે નહીં.
અલબત્ત હેવાલમાં વિશ્વાસ કરવામાં આવે તો દિપિકા ફિલ્મમાં નાનકડા રોલ માટે તૈયાર ન હતી. દિપિકાએ આ પહેલા તમામ ફિલ્મોમાં મુખ્ય રોલ કર્યા છે.
આ ફિલ્મમાં તેની ભૂમિકા નહીંવત જેટલી છે. જો કે નાનાકડા રોલ માટે દિપિકાને ૧૪ કરોડની રકમ આપવામાં આવી છે. જેથી તે રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. ફિલ્મમાં ૧૯૮૩માં વર્લ્ડ કપ જીતવા માટેની પટકથા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં ભારતીય ટીમના જીતના સફરને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં ફિલ્મના શુટિંગ માટે સંપૂર્ણ ટીમ ઇંગ્લેન્ડમાં છે. ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે. વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે.
દિપિકાની રણવીર સાથે જોડીને જોવા માટે ચાહકો ઉત્સુક છે. લગ્ન કર્યા બાદ પ્રથમ વખત આ જોડી એક સાથે નજરે પડનાર છે. હાલમાં રમતની ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર રીતે સફળતા હાંસલ કરી રહી છે.