વોર્નરે ભીડમાં બેઠેલા બાળકને પોતાની ટ્રોફી આપતા સોશિયલ મીડિયામાં છવાયો

517

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વોર્નરના આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. જોકે એવોર્ડ લીધા પછી તેને દર્શકોમાં બેઠેલા એક નાનકડા ફેનને ટ્રોફી ગિફ્ટ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ અંગે દુનિયાભરના ક્રિકેટફેન્સ વોર્નરના વખાણ કરી રહ્યા છે.

એવોર્ડ મેળવનાર બાળકે કહ્યું કે, અમે માત્ર ઓસ્ટ્રેલિયાનો ધ્વજ લહેરાવી રહ્યા હતા. ત્યારે વોર્નર અમારી પાસે આવ્યો અને પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમને આપી દીધો. બાળકના પિતાએ કહ્યું કે ભીડમાં પાકિસ્તાનના ફેન્સ વધુ હતા પરંતુ મેચ ઘણી શાંતિથી થયો હતો. સ્ટાર્કે વિકેટ લીધી તે પછી ભીડે બહુ ધમાલ કરી હતી અને અમે જીતથી ઘણા ખુશ છીએ.

વોર્નરે ટીમમાં વાપસી પછી પોતાની પહેલી સદી ફટકારી છે. ગયા વર્ષે માર્ચમાં બોલ ટેમ્પરિંગ વિવાદ પછી તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. તે પછીના વર્લ્ડકપમાં તેને શામેલ કરવામાં આવ્યો હતો. વોર્નરે ૩૬મી ઓવરમાં શાહીન આફ્રિદીની બોલ પર ચોક્કો ફટકારીને સદી લગાવી હતી. વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સતત ત્રીજી મેચમાં સદી લગાવી હતી. તેણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૩૦ અને એડિલેડ ખાતે ૧૭૯ રન બનાવ્યા હતા.

Previous articleશાહરુખ મેલબર્નના ૧૦વાં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય મહેમાન હશે!
Next articleમારાથી વર્લ્ડ કપ જોવાતો નથીઃ હૅઝલવૂડ