ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર જૉશ હેઝલવૂડ કબૂલ કરે છે કે રાષ્ટ્રની ટીમમાં પોતાની પસંદગી ન કરાવા માટે તેણે સતત દુઃખ થઈ રહ્યું હોવાથી પોતે ભાગ્યે જ વર્લ્ડ કપની મેચો નિહાળે છે.
ગયા જાન્યુઆરીથી કમરની ઈજાના કારણે રમત બહાર થઈ ગયેલા ૨૭ વર્ષના હેઝલવૂડને વર્લ્ડ કપની ટીમમાંથી બાકાત રખાયો હતો અને સિલેક્ટરોએ ઑગસ્ટ મહિનામાં ઈંગ્લેન્ડમાં રમાનારી આગામી એશિશ સિરીઝ માટે તે તૈયારી કરે એમ પસંદ કર્યું હતું.
હેઝલવૂડ હાલ બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા-એ ટીમની શિબિરમાં પીટર હેન્ડસ્કોમ્બ, ટ્રેવિસ હેડ અને માર્કસ હેરીસ જોડે હાજરી આપી રહ્યો છે અને ઈંગ્લેન્ડમાં સાત અઠવાડિયાના પ્રવાસે તે શુક્રવારે ઑસ્ટ્રેલિયા-એ ટીમ જોડે રવાના થનાર છે. હવે શારીરિકપણે ફિટ બનેલ હેઝલવૂડે કહ્યું હતું કે તે વર્લ્ડ કપની મેચો નિહાળવાનું નીવારી પોતાની શક્તિ બીજી દિશામાં વાપરી રહ્યો છે.