નકારાત્મક પ્રવાહની વચ્ચે અંતે સેંસેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ થયા

460

શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં નજીવો ઘટાડો રહ્યો હતો. બેંકિંગ અને ઓટોના શેરમાં ઉથલપાથલ રહી હતી. વૈશ્વિક બજારમાં નબળાઈની સીધી અસર પણ જોવા મળી હતી. રિટેલ ફુગાવામાં વધારો થતાં તેની અસર પણ જોવા મળી હતી. હવે આવતીકાલે હોલસેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. આજે સેંસેક્સ ૧૫ પોઇન્ટ ઘટીને ૩૯૭૪૧ની નીચી સપાટીએ રહ્યો હતો. પસંદગીના બ્લુચીપ કાઉન્ટરોમાં વેચવાલી રહી હતી. ઇન્ડસઇન્ડ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, યશબેંક, ઇન્ફોસીસના શેરમાં મંદી રહી હતી જ્યારે પાવર ગ્રીડ, એમએન્ડએમના શેરમાં તેજી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં ૧૧૯૦૦ની સપાટીથી ઉપર પહેલા કારોબારી સંતુષ્ટ દેખાયા હતા તેમાં ૮ પોઇન્ટનો નજીવો સુધારો થયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પબ્લિક સેક્ટર બેંક, મેટલ અને આઈટીના શેરમાં મંદી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સે આજે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૩૯૪૬૧ની સપાટી મેળવી હતી. આજે કારોબારના અંતે બ્રોડર માર્કેટ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૭૩ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૪૭૬ રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ કરતા ડીપર કટની સ્થિતિ જોવા મળી હતી. આજે કારોબાર દરમિયાન અનેક એવા શેર હતા જેમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. વૈશ્વિક બજારોમાં પણ મિશ્ર સ્થિતિ રહી હતી. જેટ એરવેઝના શેરમાં આજે ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેંજ દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે જેની અસર બજાર ઉપર જોવા મળી હતી. રિટલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ હવે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના આંકડા આવતીકાલે જારી કરવામાં આવશે. આ આંકડા ઉપર મુખ્યરીતે વ્યાજદરની સ્થિતિ આધાર રાખે છે. આવતીકાલે કારોબાર દરમિયાન મોટાભાગે બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેરો ઉપર નજર રહેશે. ઓટો કેર ઉપર પણ નજર રાખવામાં આવશે. એશિયન પેસિફિકના શેરમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. આજે હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ૨૭૨૯૫ની સપાટી જોવા મળી હતી જ્યારે જાપાનના નિક્કીમાં ૦.૪૬ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૧૦૩૨ રહી હતી. કોસ્પીમાં ૦.૨૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૧૦૩ નોંધાઈ હતી.

Previous articleટીસીએસના ૧૦૦થી વધારે કર્મીના પગારો એક કરોડ છે
Next articleભાવને નિયંત્રણમાં રાખવા સરકાર ૨ લાખ ટન તુવેરદાળ વેચશે