જીઆઈડીસીમાં થયેલી ચોરી સીસીટીવીમાં કેદ,  ૨ની ધરપકડ

526

વડોદરા શહેરની મકરપુરા જીઆઇસીડી સ્થિત એબીબી કંપનીમાં રાત્રીના સમયે બે તસ્કરો ત્રાટક્યા હતા. અને આ તસ્કરો ૨૬ હજારથી વધુના પાર્ટસની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં જ બે તસ્કરોને ઝડપી પાડ્યા છે. મકરપુરા સ્થિત એબીબી કંપનીમાં ત્રાટકેલા તસ્કરોએ શેડનું પતરૂ કાપી નાખ્યું હતું. ત્યારબાદ એક શખ્સ કંપનીની અંદર દાખલ થયો હતો, જ્યારે બીજો શખ્સ કંપનીની બહાર જ ઉભો રહ્યો હતો. કંપનીની અંદર ચોરી કરવા માટે ઘૂસેલો શખ્સ સતત ફોન પર વાત કરતો હતો. અને બહાર ઉભેલા શખ્સને કંપનીમાંથી એલ્યુમિનિયમના પાર્ટસ આપી દીધા હતા. અને બન્ને તસ્કર ૨૬ હજારથી વધુના પાર્ટસની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.એબીબી કંપનીના સત્તાધિશોએ ચોરીના મામલે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી હતી. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. જેથી પોલીસે સીસીટીવીની મદદથી ચોરી કરતા કેદ થયેલા કમલેશ કાશીનાથ બલગુજર અને દિપક ઉર્ફે કાંગો રમણભાઇ ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બન્ને તસ્કરો પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બન્ને સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleભાવને નિયંત્રણમાં રાખવા સરકાર ૨ લાખ ટન તુવેરદાળ વેચશે
Next articleજનસેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ પગાર વધારાની માંગને લઇ હડતાળ પર ઉતર્યા