અમીરગઢનાં ગંગાસાગર નજીક બ્રહ્માકુમારી સંસ્થાની એમ્બ્યુલન્સનું ટાયર ફાટતા ડિવાઇડર કૂદીને પલટી ખાઇ ગઇ હતી. જેમાં ૭ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે એમ્બ્યુલન્સનું ટાયર ફાટતાં ડિવાઇડર કૂદાવીને નીચે ખાડામાં પડી હતી.