ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાન સભામાં લાવવામાં આવશે. મુખ્ય સચિવ જે.એન.સિંહ ના નેતૃત્વમાં બનેલી કમિટીએ કરી સરકારને ભલામણ કરતાં ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાન સભામાં લાવવામાં આવશે. જેને પગલે આગામી વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા આ બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.
આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ બિલમાં જે સુધારા કરવામાં કરવામાં આવનારા છે તેમાં નિયત સમયમાં જો ઉદ્યોગોએ યુનિટ ઉભું નહીં કર્યું હોય તો જમીનને હોલ્ડ કરવાની મંજૂરી આપવા ભલામણ કરવામાં આવનારી છે. ઉદ્યોગના હેતુ માટે મેળવાયેલી જમીનમાં યુનિટ ચાલુ ન થયું હોય તો વસુલાતા પ્રીમિયમના દર ઘટાડવાની પણ વિચારણા કરવામાં આવી છે.
ઉદ્યોગોને ફાળવેલી જમીનનો જો ૭ વર્ષમાં જમીનનો મૂળ ઉપયોગ ન થાય તો તેના પ્રીમિયમમાં જંત્રી શૂન્ય ગણવી અથવા ૨૦ ટકા પ્રીમિયમ લેવાની ભલામણ પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલના નિયમ અંતર્ગત ૪૦ થી ૧૦૦ ટકા પ્રીમિયમ વસુલાય છે.આ ઉપરાંત ઉદ્યોગ સાહસિક જો ૧૦ વર્ષમાં ઉદ્યોગગૃહ યુનિટ ચાલુ ન કરે તો જમીન સિઝ કરવાની જોગવાઈ દૂર કરવા પણ ભલામણ કરવામાં આવશે. જો અન્ય હેતુ માટે જમીનનો ઉપયોગ થાય તો એનએ સર્ટિફિકેટ આપવાની પણ ભલામણ કરવામાં આવશે.ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે અલગ અલગ ૧૨ એજન્સી પાસેથી હાલ ર્દ્ગંઝ્ર મંગાવાયી છે એના બદલે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ઉભી કરવાની પણ વિચારણા હાથ ધરાઈ છે. મુખ્ય સચિવના નેતૃત્વમાં સરકારે કમિટી બનાવી હતી.
જો કે આ સુધારાથી કેટલાંક દુષણો જન્મે એવી ભીતિ પણ વ્યક્ત કરાઇ છે. જેમાં લેન્ડ બેન્ક ઉભી થઇ જશે. તેવી સંભાવના વ્યક્ત કરાયી છે. જેના લીધે જમીનના ભાવોમાં કૃત્રિમ ઉછાળો પણ આવી શકે છે તેવો તર્ક પણ રજૂ કરાયો છે. કેટલાંક જૂથ વિવાદિત જમીનો લઈને લેન્ડ બેન્ક ઉભી કરશે તે પણ ભીતિ સેવાઇ રહી છે.
Home Uncategorized ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં લવાશે