ભારત ચંદ્રયાન-૨ બાદ હવે અવકાશ ક્ષેત્રે મહાશક્તિ બનવા તરફ નજર દોડાવી રહ્યું છે. ભારત આગામી ટૂંક સમયમાં અવકાશમાં પોતાનું સ્પેશ સ્ટેશન સ્થાપશે તેમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા કે સિવને જણાવ્યું છે.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન મિશનના વિસ્તરણના ભાગરૂપે હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું. ‘અવકાશમાં સમાનવ રોકેટ મોકલ્યા બાદ ગગયાન કાર્યક્રમને ટકાવી રાખવો જરૂરી છે. જેના ભાગરૂપે ભારત પોતાનું અલગ સ્પેસ સ્ટેશન સ્થાપશે,’ તેમ સિવને જણાવ્યું હતું.
ઈસરોએ ૧૫મી જુલાઈના મિશન ચંદ્રયાન-૨ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ હવે ઈસરો આગામી સમયમાં સૂર્ય અને શુક્ર સુધી પહોંચવા પણ વિચારણા કરી રહ્યું છે. મિશન ચંદ્રયાનનો ખર્ચ રૂ. ૧૦,૦૦૦ કરોડ જેટલો થશે. ભારતના મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટની લઈને દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળે છે. ઈસરોના વડાએ ભાવિ યોજનાઓ વિશે જણાવતા કહ્યું કે, સંસ્થા હવે સૂર્ય અને વિનસ (શુક્ર) જેવા ગ્રહો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. ચંદ્રયાન-૨ વિશે સિવને જણાવ્યું કે ૧૫ જુલાઈના સવારે બે કલાકે મિશન લોન્ચ થશે.
મિશનમાં ૨-૩ ક્રૂ સભ્યો હશે જેમને સંપૂર્ણ તાલીમ ભારતમાં આપવામાં આવી છે. ભારતનું આ સૌપ્રથમ માનવ મિશન ૨૦૨૨માં પૂર્ણ થશે.