વાવાઝોડાની અસરનાં કતપર બંદરની મુલાકાતે વિભાવરીબેન

515

’વાયુ’ વાવાઝોડાની અસર હેઠળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સંભવિત અતિપ્રભાવિત કતપર બંદર પર વાવાઝોડાની અસરતળે બંદરકાંઠે આજે બપોરે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વાવાઝોડાની અસરના કારણે દરિયામાં પણ ઊંચા મોજાં ઉછળી રહ્યા હતાં. ભારે પવન અને વરસાદના પગલે બંદર પર ૯ નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું હતું.

દરમિયાન, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, પ્રભારી સચિવ અંજુ શર્મા, કલેક્ટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, એસપી જયપાલસિંહ રાઠોર, ડીઆરડીએના નિયામક કેલૈયા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓએ બંદર વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Previous articleબરવાળામાં જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા
Next articleજાફરાબાદ બંદર પર સૌ પ્રથમ વખત લગાવાયુ ૯ નંબરનું સિગ્નલ