શિયાળબેટનાં માછીમારોને સલામત સ્થળે ખસેડાયા

558

જાફરાબાદના અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટની કફોડી દસામાંથી સરપંચ હમીરભાઇની ટીમ દ્વારા ઉછળતા મોજામાંથી જીવન જરૂરીયાત ચીજો સહિત માછીમારોને સલામત સ્થળે ખસેડાયા. સિયાલબેટ ગામના જાગૃત સરપંત હમીરભાઇ શિયાળ, રૂપસંગભાઇ શિયાળ, માનસંગભાઇ શિયાળ, સરમણભાઇ શિયાળની વેદના પ્રેસપ્રતિનિધિ અમરૂભાઇ બારોટને નિવેદનમાં કહેલ દુઃખ ભરી શિયાળબેટની દશા જે તંત્ર દ્વારા જાફરાબાદ દરિયાકાંઠાના ગામો ૭૦૦૦ અને ૬૦૦૦ રાજુલા તાલુકાના દરિયા કાંઠાના ગામોના લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડાયા હોય તો શિયાળબેટ ફરતો ગાંડોતુર અરબી સમુદ્ર ઘુઘવાટ કરતા ૧૫-૧૫ ફુટના ઉંચા મોજા ચારે બાજુ ગામને સફળતા હોય અમારે ક્યા જવું અમારૂં સલામત સ્થળ દરિયાદેવનો ખોળો અમારી ગ્રામ પંચાયતની ટીમની જાગૃતિથી લોકોની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સહિત માછીમાર ભાઇઓની બોટો મધદરીયેથી ઉછળતા ૧૫-૧૫ ના મોજાની પરવા કર્યા વગર તાત્કાલીક બોલાવી સલામતીના પગલાં લેવાયા તેમજ હિરાભાઇ સોલંકીએ શિવાભાઇ શિયાળના ફોન પર સતત કોન્ટેક્ટમાં રહી તેમજ ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર સહિત તેમજ કાંઠા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઇ જાનહાની ન થાય તેવા પગલાં લેવાયા જે આરોગ્ય વિભાગની પણ પ્રશંસનીય કામગીરીને વખાણી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાહતછાવણીમાં ભોજન બનાવવાની કામગીરીમાં જોડાઈને સેવાની સુવાસ પ્રસરાવતાં રાજ્યમંત્રી