રાજુલાના સુપ્રસિદ્ધ અક્ષર પુરૂષોત્તમ (બી.એ.પી.એસ.) મંદિરના સંતો હરિભક્તો પણ રાજુલા તાલુકાના અસરગ્રસ્તોની વ્હારે સંતવર્ય અખંડ મંગલ દાસ સ્વામી, સરલમૂર્તિદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ‘વાયુ’ વાવાઝોડાની પરિસ્થિતિની તાત્કાલીક મંદિરના સ્વયંમ સેવકો હરિભક્તોને આદેશ અપાયો કે આપડે આવા ભયંકર વાવાઝોડામાં સ્થળાંતર કરેલ લોકોની વ્હારે જવાની ફરજમાં આવે છે. માટે દરેક હરિભક્તોને મહિલા મંડળ સહિતને તાજી બનાવેલ મીઠાઇના પેકેટો તૈયાર કરી અસરગ્રસ્ત ગામોમાં વિતરણ કરાતા રાજુલાની જનતામાં પણ સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો ઉપર પ્રશંસનીય માનવસેવાનો ભાવ જાગ્યો છે. ત્યારે અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાય હર વખતે કુદરતી આપત્તી વખતમાં ગુરૂવર્ય બ્રહ્મલીન પ્રમુખ સ્વામીના વખતે મોરબી હોનારત હોય કે કચ્છનો ભયાનક ભૂકંપ હોય પણ બીએપીએસના સંતો હરિભક્તો પહોંચી ગયા જ હોય તે ગુરૂવર્ય પૂજ્ય પ્રમુખસ્વામીના આદેશ અનુસાર પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંતસ્વામી પણ એ જ પરંપરા નિભાવી રહ્યા છે.