ભાવનગર શહેરનાં લોખંડ બજાર સ્વામીનારાયણ મંદિરે આજે ભીમ અગિયારસ નિમિત્તે સૌ પ્રથમ વખત ૧ હજાર કિલો કેરીનો આમ્રોત્સવ કોઠારી સ્વામીની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો. જેના સવારે ૧૧ થી ૧૨-૩૦ તથા બપોરે ૩-૩૦ થી ૭-૩૦ દરમ્યાન દર્શન કરાવાયા હતા. આવતીકાલે શુક્રવારે સંતો – સ્વયંસેવકો દ્વારા સંસ્થાઓમાં કેરીનું વિતરણ કરવામાં આવશે.