રાજુલા તા.પં.ની સામાન્ય સભા અને કારોબારી બેઠક સંપન્ન

876
guj1-2-2018-2.jpg

રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મહેતાની અધ્યક્ષતામાં સામાન્ય સભા તેમજ તાલુકા કારોબારી આમ એક દિવસે બે બેઠકોનું આયોજન થયું હતું. રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી જે.એચ. મહેતાની અધ્યક્ષતામાં આ વર્ષની સામાન્ય સભા તેમજ તાલુકા પંચાયતની કારોબારીના બેઠક ચેરમેન અરજણભાઈ વાધ અને તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં શાંતિપુર્વક બેઠકમાં વલ્કુભાઈ તાલુકા પ્રમુખે સૌને ટકોર કરતા કહ્યું કે આપડે કોંગ્રેસ અને ભાજપના સદસ્યો ચૂંટાઈને આ કારોબારી તાલુકા વીકાસ માટે જ બનાવી છે અને જેને જે કોઈ પ્રશ્નો હોય તેનું સુખરૂપ વાદ વિવાદ વગર જે કોઈ પ્રશનોનું સમાધાન બધાયની વચ્ચે જ કરી માત્ર તાલુકાના વિકાસ માટે સજેસન કરો ત્યારે જગુભાઈ ધાખડા દ્વારા અમુક પ્રશનો ઉદભવેલનું પણ ચેરમેન અરજણભાઈ વાધ અને વાવેરા પ્રતાપભાઈ મકવાણા તથા બોધાભાઈ લાડુમોર દ્વારા શાંતીપુર્વક પ્રશ્નોનું સમાધાન કરી તાલુકાના વિકાસ અર્થેના જે જે નિર્ણયોને બહાલી સર્વાનુમતે અપાઈ હતી. 

Previous article વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના ઉપક્રમે ફેબ્રુઆરીમાં રામકથાનું આયોજન
Next article હાવતડ ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો