અક્ષય કુમાર તેમજ પ્રભાસ બોક્સ ઓફિસ પર ટકરાશે

714

ચાહકોને આ વર્ષે ૧૫મી ઓગષ્ટના દિવસે બે સુપરસ્ટાર કલાકારોની ફિલ્મ જોવા મળનાર છે. અક્ષય કુમાર અને પ્રભાસ આમને સામને બોક્સ ઓફિસ પર આવનાર છે. ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે પ્રભાસની ફિલ્મ સાહો રજૂ કરવામાં આવનાર છે. હવે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ પણ એ જ દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિશન મંગલના નિર્માતા દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેઓ પોતાની ફિલ્મની રજૂઆતની તારીખને કોઇ કિંમતે બદલશે નહીં. તેઓ અગાઉની યોજના મુજબ આ ફિલ્મને ૧૫મી ઓગષ્ટે રજૂ કરશે. આનો અર્થ એ થયો કે સ્વતંત્રતા દિવસે અક્ષય કુમાર અને પ્રભાસ બોક્સ ઓફિસ પર સામ સામે આવનાર છે. પ્રભાસ અને અક્ષય કુમાર વચ્ચે જંગ સરળ રહેનાર નથી. અક્ષય કુમારને પણ બોક્સ ઓફિસ કિંગ તરીકે જોવામાં આવે છે. બીજી બાજુ પ્રભાસ પણ બાહુબલી મારફતે ચાહકોને ખુબ પસંદ પડે છે. ગુરૂવારના દિવસે ફિલ્મના ટીજરને રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકો ભારે રોમાંચિત છે. લોકોએ પોતાની ભાવના રજૂ કરતા કહ્યુ છે કે આ ફિલ્મને નિહાળવા માટે તેઓકટિબદ્ધ છે. બીજી બાજુ મિશન મંગલમાં અક્ષય કુમારની સાથે ત્રણ અભિનેત્રી કામ કરી રહી છે. જેમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ અને સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે. શરમન જોશી પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મની પટકથા ઇસરોના વૈજ્ઞાનિકોની આસપાસ રહેલી છે. જે માર્શ ઓર્બિટર મિશનમાં હિસ્સો લેતા હોય છે. ૧૫મી ઓગષ્ટના દિવસે થનાર ટક્કરમાં કોણ જીતશે તે બાબત જોવાલાયક રહેશે. પ્રભાસ બાહુબલી તરીકે ભારતીય ચાહકોમાં ખુબ લોકપ્રિય છે. ફિલ્મોની ઉત્સુકતા વધી છે.

Previous articleઆંખે -૨માં કામ કરવા માટે તારા સુતરિયાની ખુબ ઇચ્છા
Next articleહુમા કુરેશી વેબ ટેલિવીઝન સિરિઝને લઇ ખુબ જ ખુશ