મોટી પાણીયાળીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

888
bvn1492017-5.jpg

પાલીતાણાના મોટી પાણીયાળી ગામના રહેણાંકી મકાનમાં પાલીતાણા ટાઉન પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્સ ફરાર થયો છે.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા-તળાજા રોડ પર આવેલ પેટ્રોલપંપ પાસેથી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટાફે મોટી પાણીયાળીમાં રહેતા હમીર સામતભાઈ ચૌહાણ બાઈક લઈ પસાર થતા ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે ઝડપી લીધો હતો. બાદ હમીરની પુછપરછ હાથ ધરતા મોટી પાણીયાળીના રહેણાંકી મકાનમાં વધુ દારૂ હોવાનું જણાવતા ટાઉન પોલીસ સ્ટાફે હમીરના રહેણાંકી મકાનમાં રેડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૯ મળી આવતા પોલીસે હમીરની દારૂ અને બાઈક મળી કુલ રૂા.૬૬,૭૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને આ મુદ્દામાલ શિવરાજ ઉર્ફે શંભુ કેશુભાઈ રાજડા રે. પાંડેરીયાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઠાડચ ગામે ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિની કરાયેલી ઉજવણી
Next articleએડવોકેટનું ચાર શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો