દર ત્રીજા મહિનામાં રક્તદાન કરી શકાય છે : તબીબોનો મત

457

દર વર્ષે ૧૪મી જુનના દિવસે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે મનાવવામાં આવે છે. આને ઓસ્ટ્રિયાના જીવવૈજ્ઞાનિક અને ભૌતિકશાસ્ત્રી કાર્લ લેણ્ડસ્ટાઇનરની યાદમાં મનાવવામાં આવે છે. હકીકતમાં આ નિષ્ણાંતે જ બ્લડમાં રહેલા બ્લડ ગ્રુપના વર્ગીકરણ કરવામાં સફળતા હાંસલ કરી હતી. આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં વાર્ષિક એક કરોડ બ્લડ યુનિટની જરૂર પડે છે. જેથી સમસ સમય પર બ્લડ ડોનેટ અથવા તો રક્તદાન કરવાની જરૂર હોય છે. રક્તદાન કરવાથી હાર્ટ સંબંધિત બિમારીનો ખતરો ઓછો થઇ જાય છે. સાથે સાથે ડોનેટ કરવામાં આવેલા બ્લડની ભરપાઇ થોડાક કલાકોમાં જ થઇ જાય છે. રક્તદાન કરવાના સંબંધમાં કેટલીક માહિતી લોકો હજુ ધરાવતા નથી. રક્તદાનનો દર ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. રક્તદાનને લઇને હજુપણ ઘણી ખોટી બાબતે પ્રવર્તે છે. જેના તરફ ધ્યાન આપવાની જરૂર છે. રક્તદાન કરનારની વય ૧૮થી ૬૦ વર્ષની હોવી જોઇએ. આ વયની વ્યક્તિ દર ત્રીજા મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાન કરનાર વ્યક્તિનું વજન ૪૫ કિલોથી ઓછુ હોવું જોઇએ નહીં , આ ઉપરાંત રક્તદાન કરનારને એચઆઇવી, હેપેટીટીસ બી, અને સી જેવી તકલીફ હોવી જોઇએ નહીં. ભારતમાં એકત્રીત કરવામાં આવતા રક્તનો ૪૭ ટકા જથ્થો રિપલેશમેન્ટ ડોનર મારફતે આવે છે. આ લોકો જ્યારે પણ તેમના પરિવાર અથવા મિત્રોને જરૂર પડે છે ત્યારે રક્ત આપે છે. સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃતિ હજુ ધીમી દેખાઇ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ૪૫૦ એમએલ લોહી જે દાન કરાયું છે તે ૨થી ૩ દિવસમાં પુન : શરીરમાં થઇ જાય છે. નિયમિત રીતે રક્તદાનથી કોઇપણ પ્રકારના રોગ પણ થતા નથી. એક યુનિટ લોહી ૪૫૦ એમએલ હોય છે.  દાન કરવામાં આવેલા લોહી પૈકી અધડા લીટરથી ૩ વ્યક્તિની જાન બચાવી શકાય છે. નિષ્ણાંતોનું એમ પણ કહેવું છે કે, દેશની વસ્તી એક થી ત્રણ ટકાની વસ્તી રક્તદાન કરે તો દેશની જરૂરીયાત માટે આ જથ્થો પુરતો સાબિત થઇ શકે છે. ૭૩ દેશોમાં રક્તદાનનો દર વસ્તીના એક ટકાથી પણ ઓછો છે. વર્ષ ૨૦૧૦-૧૧માં આ ગ્રુપ દ્વારા ૮.૦૧ યુનિટ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું. બ્લડબેન્ક મારફતે આ પ્રક્રિયા સફળ રીતે ચલાવવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની ભુમિકા પણ આમા મોટી છે. આ અહેવાલમાં નેશનલ એઇડ્‌સ કંટ્રોલ પ્રોગ્રામ માટે કેટલાક મહત્વપૂર્ણ સુચન પણ કરવામાં આવ્યા છે. આમા સુચન કરવામાં આવ્યું છે કે સ્કુલના અભ્યાસક્રમમાં રક્તદાનના સંદેશાને મહત્વ આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ભરતી માટે સમાજને જાગૃત કરવામાં આવે તે પણ જરૂરી છે. લોહી દાન કરનારને કોઇપણ પ્રકારનો ખતરો નથી.  તે અંગે પણ માહિતી ફેલાવવામાં આવે તે પણ જરૂરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાલના સમયમાં રક્તદાનને લઇને જાગૃતી વધી છે.  ૪ મહાનગરોમાં મેટ્રો બ્લડબન્ક સ્થાપિત કરવા માટે કામ શરૂ થઇ ચુક્યું છે. નવી દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચિન્નઈમાં મેટ્રો બ્લડબેન્ક શરૂ કરવામાં આવશે. બીજી બાજુ બ્લડ સેફ્ટી અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારી રાજેશ ભાટિયાએ પણ રક્તદાનના સંબંધમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. જે તમામ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં રક્તદાન અંગે સંપર્ણ ચિત્ર પ્રકાશિત કરવામાં આવ્યા બાદ રક્તદાન અંગે જરૂરી માહિતી લોકો સુધી પહોંચી છે.

Previous articleશ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર જંગ
Next articleરામ નામનો ઉપયોગ માત્ર વોટ માટે થાય છેઃ  શંકરાચાર્ય