પર્યાવરણ દિવસ ઉજવવોએ મહત્વનું નથી, પણ પર્યાવરણનું જતન કઈ રીતે કરવું એ મહત્વનું છે

987

અત્યારના સમયમાં એવોર્ડ જીતવાની સ્પર્ધા ચાલી રહી છે.અને આ એવોર્ડ માં વાત કરીએ તો એન્વાયરમેન્ટના એવોર્ડ નો સમાવેશ થાય છે.આપણે વિશ્વકક્ષાના એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણલક્ષી એવોર્ડ જીતીને ગર્વ અનુભવ કરી શકીએ છીએ પણ તેને અનુસરતા નથી.

આતો વાત થઇ કે આપણે કોઈ કથા કે સત્સંગમા દરરોજ ભજન-કિર્તન કરતાં હોય અને સંસ્કૃતિ વિશે એકદમ અજાણ રહીએ. થોડા સમય પહેલાં એટલે કે ૫ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ આખા વિશ્વમાં ધામધૂમથી ઉજવાઈ ગયો,પરંતુ તેનો કોઇ મતલબ ખરો!

પર્યાવરણને નુકસાન કરતા અનેક પરિબળો છે.જેમાં વાયુ પ્રદુષણ ,ધ્વનિ પ્રદૂષણ આવા અનેક પ્રદૂષણ માનવજાત દ્વારા ફેલાય છે.આથી સૌથી મોટું નુકસાન કરતાં પરિબળ હોય તો તે છે લાલચુ માનવજાત.આ માનવજાતે તો કોઈપણ ને બક્ષા નથી પોતાના સ્વાર્થ ખાતર પોતાના પરિવારનું નાશ કરવા માટે આ કાળા માથાના માનવી તૈયાર થતો હોય તો પર્યાવરણ તો શું વાત છે ? પર્યાવરણ એ આપણી સુખ સાયબી માટે કુદરતી નિર્માણ નથી કર્યું, એ તો આપણી જીવન જરૂરિયાતો સંતોષવા માટે આપણને કુદરત દ્વારા મળેલ વરદાન છે,અને આ વરદાન આપણી માનવજાત માટે  શ્રાપ સાબિત ન થાય  એ ખાસ કરીને જોવું, રહ્યું કારણ કે આપણે વૃક્ષોનું અણધડ નાશ કરીએ છીએ અને જંગલો તો સંપૂર્ણપણે નામશેષ કરી  નાખ્યા છે.અને તેની જગ્યા એ પ્રદૂષણની મોટી ફેક્ટરીઓ ઉભી કરી દીધી છે. આ કારણે સમય જતાં આપણું પર્યાવરણ આપણા માટે એક અભિશાપ બની જશે.  પર્યાવરણ દિવસ પુરતુ  આપણે વૃક્ષારોપણ અને તેના ઉપર કોલેજ કે યુનિવર્સિટીના કેમ્પસમાં નિબંધ સ્પર્ધા અને શહેરના મોટા ટાઉનહોલમાં પર્યાવરણ ઉપર મુશાયરો રાખવામાં  આવે છે. આ બધા પ્રોગ્રામ અથવા કાર્યક્રમ રાખવાથી પર્યાવરણને શું ફાયદો થાય છે, તેની આપણી વિગતવાર ચર્ચા કરીશું જેમકે વૃક્ષારોપણ કરવું એક સારા અને પર્યાવરણ માટે લાભદાયી બાબત છે.પર્યાવરણ નું સ્થર ઉંચુ લાવવા માટે આ એક વાત  પ્રેક્ટીકલી છે, પણ વૃક્ષ વાવવાથી પર્યાવરણ નું  સ્થર ઊંચું  આવશે એ વાત સો ટકા સાચી છે. આપણે પર્યાવરણ દિવસે જે વૃક્ષારોપણ કરીએ છીએ  તેને ઉછેરવાની જવાબદારી પણ જે વૃક્ષ રોપણ કરે તેની હોય છે. વૃક્ષારોપણ નો મારા મતે  અર્થ એ થાય છે કે વૃક્ષ ને જમીન સાથે આરોપણ કરવું ,જેમ બાળક માતાના ગર્ભમાંથી છૂટું પડે છે ત્યારે  તેનું આગામી પાંચ વર્ષ સુધી કેવી દેખભાળ રાખવી પડે છે,તેવીજ દેખભાળ તાજા વાવેલા વૃક્ષની આગામી પાંચ વર્ષ સુધી દેખભાળ રાખવી પડે છે, અને પાંચ વર્ષ પછી તો વૃક્ષ પોતાની જાતને કેળવી લે છે.પણ ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે કોઈ કાળા માથાનો માનવી  તેનો  વધ  ના કરીદે.

આપણા મહાન વૈજ્ઞાનિકો એ પણ વૃક્ષ ઉપર કેટકેટલાય સંશોધન કર્યા છે. તેમણે જિંદગીના વર્ષોના વર્ષો દિવસ રાત જાગીને વૃક્ષ ઉપર અવનવા સંશોધન કરીને માનવજાત માટે વૃક્ષની ઝડપી વિકાસ પામતી જાતોનું સંશોધન કર્યું છે.આપણે એક ઉદાહરણ  દ્વારા સમજીએ તો પેહલા ના જમાનામા દેશી આંબા ઉપર કેરી આવતા દસ થી પંદર વર્ષનો સમય ગાળો થતો હતો, અને અત્યારે આંબા ઉપર કેરી આવતા ૭ થી ૧૦ વર્ષમાં આપણે મીઠી કેરીનો સ્વાદ માણી શકીએ છીએ,પણ આપણને ક્યા ભાન છે, આપણે તો બજાર મા ઓર્ગેનિક કેરી શોધીએ છીએ,પણ ઘરે એક  ફળાઉ વૃક્ષ નથી વાવી શકતા.આ એક આપણી કરુણતા છે. આવનારી પેઢીઓની સુખ અને સમૃદ્ધિ માટે વૃક્ષો ઉછેરવા આપણા માટે એક અનિવાર્ય બાબત છે, કારણકે આપણું સુખ એ આપણા સંતાનો હોય છે. છેલ્લે મને હિતેશ તરસરીયાનું એક સુંદર વાક્ય યાદ આવે છે, “ આ વધારાના વૃક્ષો કાપીને મેદાન સાફ  કરો,અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે.”

Previous articleઈશક અને વેગ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે