ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે ઢસા ગામ ATM સુવિધા વિહોણું

740

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આજે પણ ઢસાગામ અને આજુબાજુના ૨૦ જેટલા ગામના લોકો ભોગવી રહ્યા છે મુશ્કેલી આ તમામ લોકો માટે માત્ર એકજ એટીએમ ની સુવિધા છે અને તે પણ ગામ થી ત્રણ કિમિ.દૂર ત્યારે ઢસાગામને એટીએમ ની સુવિધા મળે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું હાર્ડસમાં ગણાતા અને રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલુ ઢસા ગામ જે ૨૪ કલાક વાહનો થી ધમધમતું હોય છે અહીં ગામના લોકો આજે પણ આ ડિજિટલ યુગ એટીએમ જેવી સામાન્ય સુવિધા થી વંચિત છે  અંદાજીત ૨૦ હજાર જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે તો સાથોસાથ આજુબાજુના ૨૫ થી ૩૦ ગામોનું હટાણું પણ અહીં આવેલ છે ત્યારે લોકો ને ગામમા એટીએમ ના હોવાથી ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે લોકો ને ઢસા ગામ થી ત્રણ કિલોમીટર દૂર જંકશન વિસ્તારમા એક એટીએમ આવેલુ છે ત્યાં જવું પડે છે અને ત્યાં પણ એટીએમ શોભાના ગાઠીયા સમાન ક્યારેક એટીએમ બંધ હાલતમાં હોય તો ક્યારેક પૈસા નથી હોતા જેથી ઢસાગામના લોકો ખુબજ પરેશાની ભોગવી રહ્યા છે રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ ઢસા ચોકડી ચાર શહેરોમાં જવાનો પોઇન્ટ છે તેમજ રેલવે જંકશન પણ અહીં આવેલ હોવાથી દિવસ દરમિયાન અસંખ્ય મુસાફરોની આવનજાવન તહેતી હોય છે ત્યારે એટીએમ ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ તમામ લોકો માટે માત્ર એક જ એટીએમ ની સુવિધા છે અને તે પણ ગામ થી ત્રણ કિલોમીટર દૂર એ પણ ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હાલતમાં હોય છે ત્યારે ઢસા ગામને એટીએમ ની સુવિધા મળે તેવી માંગ ઉઠવા પામી છે

Previous articleશ્રીમાળી સોની જ્ઞાતિનું ગૌરવ વધારતી મિસરી ધોળકીયા
Next articleસિહોરમાં પડવાનાં વાંકે ઉભેલી જર્જરીત ઇમારતો જોઇ રહી છે અકસ્માતની રાહ