બારોટ સમાજની એકતા માટે સાવરકુંડલા-રાજુલાના બારોટ સમાજ દ્વારા અનુષ્ઠાન

723

વંશાવલી પ્રદેશ અધ્યક્ષ શંભુજી રાવની પ્રેરણાથી અને સંત શિરોમણી પ્રવિણનાથ બાપુના આશીર્વાદથી વહીવંચા બારોટ સમાજની એકતા માટે અંબાજી શક્તિપીઠ અને મા અર્બુદા દેવી ઉર્ફે કાત્યાયનીમાં શક્તિપીઠ  આબુ માઉન્ટ ખાતે અનુષ્ઠાન કરાયું. વેલાભાઇ રેવાભાઇ તરક શિક્ષક નાનજીભાઇ જેસુગભાઇ કલ્યાણભાઇ, દિનેશભાઇ શંભુજી રાવની શુભેચ્છા મુલાકાત લઇ સીધા શક્તિપીઠ અંબાજી અને ત્યારબાદ રાજસ્થાન મહાપર્વ પર બીરાજમાન માં અર્બુદા દેવી જે કાત્યાયની માં ના સાનિધ્યમાં સમસ્ત બારોટ સમાજની વાડાગોળને તિલાંજલી આપી એકતા માટે અનુષ્ઠાન કરાયું જેમાં સંત શિરોમણી પ્રવિણનાથબાપુ, અમરૂભાઇ બારોટ, રાજુલા સાવરકુંડલા, પ્રમુખ નટુભાઇ બારોટ, નંદાભાઇ બારોટા, પ્રતાપભાઇ, દિનેશભાઇ બારોટ, મથુરભાઇ બારોટ સહિત આકાશને આંબા આબુ પર્વત પર માં કાત્યાયની પાસે ધા નાખી કારણ સમસ્ત બારોટ સમાજ માં સરસ્વતીના પુત્રો છીએ અને સૌ કોઇ આવી યાત્રા કરતા હોય તો પોતાના સ્વાર્થે કરતા હોય છે. પણ રાજુલા બારોટ સમાજ વતી અમરૂભાઇ બારોટ સાથે સાવરકુંડલા બારોટ સમાજના જ સંત શિરોમણી પ્રવિણનાથ બાપુ સહિત મા ભવાની પાસે પ્રાર્થના અનુષ્ઠાન કરાયું.

Previous articleરાજુલા – જાફરાબાદના અસરગ્રસ્તોની વ્હારે આવતા તંત્ર અને રાજકીય પક્ષના આગેવાનો
Next articleકલકત્તામાં ડોકટર પરનાં હુમલાનાં વિરોધમાં મેડીકલ કોલેજમાં દેખાવો