ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ અબજો લોકો જોવા ઉત્સુક છે

620

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે  રમાનારી  વર્લ્ડ  કપ ક્રિકેટની રોમાંચક મેચને નિહાળવા માટે અબજો ક્રિકેટ ચાહકો ઉત્સુક છે. એકબાજુ માન્ચેસ્ટરના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે. બીજી બાજુ ભારત અને પાકિસ્તાનમાં ટીવી પર કરોડો લોકો મેચ જોવા માટે બપોરે ત્રણ વાગે જ ગોઠવાઇ જશે. આવતીકાલે રવિવાર હોવાના કારણે રજા છે જેથી મેચ વધુ સંખ્યામાં લોકો નિહાળી શકશે.મેચમાં એક અબજ લોકો રહે તેમ માનવામા ંઆવે છે. જેથી તમામ જાહેરાત સાથે જોડાયેલી કંપનીઓ પણ તક ઝડપી લેવા માટે પૈસા તરફ જોઇ રહી નથી. આ જ કારણસર જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ચુક્યો છે. ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગ હમેંશા એકબીજા કરતા સારી રહી છે. ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ વધારે મજબુત રહી છે.  ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે.  ભારતીય ટીમ આ વખતે પણ અન્ય ટીમો કરતા વધારે ફેવરીટ દેખાઇ રહી છે. ખેલાડીઓને જોતા તે સૌથી પ્રબળ દાવેદાર રહેલી ટીમ છે.  આ મેચને લઇને માત્ર મેદાન પર જ નહી બલ્કે મેદાનની બહાર પણ કેટલાક રેકોર્ડ સર્જાનાર છે. હમેંશાની જેમ જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને જાહેરાતના રેટમાં  અનેક ગણો વધારો થઇ ગયો છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ મેચને લઇને જંગ છે. એવી શક્યતા છે કે આ મેચ અગાઉના તમામ રેકોર્ડને તોડી દેશે.  ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા, જાહેરાત અને સટ્ટાના કારોબાર સહિતના તમામ જુના રેકોર્ડ આવતીકાલે તુટી જાય તેમ માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોનો ઇતિહાસ  રોચક રહ્યો છે. કેટલાક લોકોએ જંગી કમાણી ટિકિટના મામલે કરી લીધી છે. બંને ટીમોના સ્ટાર ખેલાડી પર તમામની નજર રહેનાર છે. જો વરસાદ નહીં પડે તો ચાહકોને જોરદાર મેચ જોવા મળી શકે છે. વિશ્વ કપની મેચને લઇને જોરદાર ક્રેઝ જોવા મળે છે.

Previous articleવેલકમ-૩ ફિલ્મ પર કામ શરૂ કરાયુ : ચાહકો ઉત્સુક
Next articleવર્લ્ડકપ : વોશઆઉટના લીધે સ્ટાર ઇન્ડિયાને ભારે નુકસાન