મગદલ્લામાં સ્મશાનના વિસામા માટે ગામ લોકો દ્વારા પાલિકાની જગ્યા પર દિવાલ બનાવવામાં આવી રહી હતી. જેથી પાલિકા દ્વારા ચારેક દિવસ અગાઉ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો ગામલોકોએ વિરોધ કર્યો હતો. પાલિકા અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા ધારાસભ્યનો મહિલાઓએ ઘેરાવ કર્યો હતો. સમગ્ર મુદ્દે ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે, વાતચીતથી મામલો થાળે પાડવા ગયા હતા પરંતુ ગ્રામજનો પોતાની વાત પર અડગ રહેતા તેઓ પરત ફર્યા હતાં.
મગદલ્લાના ગામ લોકોએ જણાવ્યું હતું કે, ગામમાં વિસામો બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ એક પણ ધારાસભ્ય કે મનપાના અધિકારીઓ દ્વારા તેઓની એક પણ વાત સાંભળવામાં આવી નથી. વિસામો બાનાવ્યો તો મનપાના અધિકારીઓ તોડવા આવી પહોંચ્યા હતાં.
વિરોધ અને ધેરાવ અંગે મહિલા ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીના ચેરમેન અનિલ ગોપલાણી સાથે તેઓ ગયા હતાં. લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકો માન્યા નહોતા. સારી જમીનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સ્મશાન માટે જમીનનો ઉપયોગ કરવાથી લોકો પછી એ રસ્તે પસાર થતા હોતા નથી.