સામાન્ય રીતે નેતાઓ માટે કહેવાના અને કરવાના જુદા જુદા કામોની રીતે ઓળખાય છે. પરંતુ ગાંધીનગરને મળેલા હાલના નગર સેવક તથા ડેપ્યુટી મેયર ખરેખર વૃક્ષપ્રેમી છે. તેમનામાં એક દ્રઢ સંકલ્પના છે કે ગ્રીન ગાંધીનગર એકમાત્ર ઉપાય છે. લોકોની સુખાકારીનો જેથી કરીને તેઓ કેટલાય વર્ષોથી વૃક્ષોને વાવવા અને તેટલું જ નહીં ઉછેરવા અને મોટા ના થાય ત્યાં સુધી તેની માવજત કરવાનો નિયમ નિભાવે છે. તેમાં હવે તેમને સત્તા મળતાં વધુને વધુ વુક્ષો વાવીને પણ ગાંધીનગરને તેનું ગ્રીન સીટીનું બીરૂદ પાછું મળે તેવું દીલથી ઈચ્છે છે અને સૌથી આગળ રહી વૃક્ષોનું જતન કરીને તે કરવા માટે પણ ઈચ્છે છે.